આ તકે બને પદાધિકારીઓએ ઉપસ્થિત રેલ્વે અધિકારી અને કામ કરતી એજન્સીને જરૂરી દિશાનિર્દેશ આપ્યા
આજ તા. ૧૧ ઓકટોબર ૨૦૨૩ ના રોજ અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અને સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલા શહેર ખાતે આવેલ અને અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિર્માણ પામી રહેલ સાવરકુંડલા રેલ્વે સ્ટેશનના કામની સ્થળ વિઝીટ કરી, ઉપસ્થિત રેલ્વે અધિકારી અને કામ કરતી એજન્સીને જરૂરી દિશાનિર્દેશ આપેલ હતા. માન. પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્રારા ઓગસ્ટ–૨૦૨૩મા સમગ્ર દેશમા પ્રથમ તબકકામા એકી સાથે ૫૦૮ રેલ્વે સ્ટેશનોનુ ઈખાતમુહર્ત કરેલ હતુ. જે પૈકી અમરેલી મત વિસ્તારના સાવરકુંડલા, મહુવા, રાજુલા જકશન અને દામનગર સ્ટેશનનો સમાવેશ થયેલ છે. જે અંતર્ગત સાવરકુંડલા રેલ્વે સ્ટેશન ખાતે ચાલી રહેલ કામની બને પદાધિકારીઓએ મુલાકાત કરી મુસાફરોના હિતમા ગુણવતાયુકત કામ થાય તે માટે કોન્ટ્રાકટરને જરૂરી સુચનાઓ આપેલ હતી.
તેમજ સાવરકુંડલા ખાતે રેલ્વે સ્ટેશન પાસે આવેલ લલ્લુભાઈ શેઠ હોસ્પિટલમા દર્દીઓને આવવા જવા માટે જયારે જયારે ફાટક બંધ હોય છે ત્યારે દર્દીઓને ખુબ જ મુશ્કેલીઓ પડતી હોવાની સ્થાનીક આગેવાનો દ્વારા સ્થળ ઉપર રજુઆત કરતા સાસદશ્રીએ તાત્કાલીક રેલ્વે અધિકારીશ્રી સાથે ટેલીફોનીક વાતચીત કરી અડર ગ્રાઉન્ડ પાસને ૦૨.૦૦ મીટર વધારવા તેમજ હોસ્પિટલ જવા માટે નાળા પાસેથી જતો રોડ હોસ્પિટલ સુધી નગરપાલીકા દ્વારા બનાવી આપવા બાબતે ચીફ ઓફીસરશ્રી, સાવરકુંડલાને પણ જરૂરી સુચના આપેલ હતી.
આ તકે જીલ્લા ભાજપ ઉપાધ્યાક્ષ શ્રી શરદભાઈ પડયા, જીલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ શ્રી કેશુભાઈ વાઘેલા, જીલ્લા બક્ષીપચ મોરચા ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવિણભાઈ સાવજ, નગરપાલીકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડીયા, જીલ્લા પંચાયત સદસ્યો શ્રી શરદભાઈ ગૌદાણી અને શ્રી લાલભાઈ મોર, શહેર ભાજપ મહામત્રી શ્રી રાજુભાઈ નાગ્રેચા, નગરપાલીકા ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ નાકરાણી, નગરપાલીકા કારોબારી ચેરમેન શ્રી અશોકભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ મહામત્રી શ્રી ચેતનભાઈ માલાણી અને શ્રી નિતિનભાઈ નગદીયા, માર્કેટીગ યાડ ડીરેકટર શ્રી અતુલભાઈ રાદડીયા, નગરપાલીકા તેમજ તાલુકા પંચાયત સદસ્યો, સરપંચશ્રીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.



















Recent Comments