fbpx
બોલિવૂડ

‘એનિમલ’ ફિલ્મનું નવું પોસ્ટર થયું રીલીઝ, પોસ્ટર જાેઈને ફેન્સે ફની કોમેન્ટ કરી

રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના ફિલ્મ ‘એનિમલ’માં સાથે જાેવા મળશે. દર્શકો આ ફ્રેશ કપલને જાેવા માટે ઉત્સાહિત છે. મેકર્સે હવે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં આ જાેડી રોમેન્ટિક મૂડમાં જાેવા મળી રહી છે. આ પોસ્ટર ૧૧ ઓક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મ ‘હુઆ મેં’ના પહેલા ગીત માટે રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર જાેઈને કેટલાક ફેન્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે. તે જ સમયે, રશ્મિકાના કેટલાક ચાહકો પણ પોસ્ટરને લઈને નારાજ દેખાય છે.

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૧ ડિસેમ્બરે રિલીઝ થશે. સંદીપ રેડી ડાર્ક અને ડિફરન્ટ ડ્રામા માટે જાણીતા છે. ‘અર્જુન રેડી’ અને ‘કબીર સિંહ’ પછી હવે તે ‘એનિમલ’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર પહેલીવાર કામ કરી રહ્યો છે.. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને ચાહકોએ પસંદ કર્યું હતું. હવે આ ફિલ્મનું પહેલું ગીત ૧૧ ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યું છે. ફિલ્મનું ગીત ‘હુઆ મેં’ રિલીઝ કરતા પહેલા મેકર્સ દ્વારા નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના પ્લેનમાં બેસીને કિસ કરી રહ્યાં છે.

રશ્મિકાએ આ પોસ્ટર તેના સોશિયલ એકાઉન્ટ પર પણ શેર કર્યું છે. પોસ્ટર જાેઈને રશ્મિકાના ફેન્સ થોડા ગુસ્સામાં જાેવા મળી રહ્યા છે. વાસ્તવમાં, પોસ્ટર પર ફક્ત રણબીરનું નામ જ લખેલું જાેવા મળે છે. આવી સ્થિતિમાં, રશ્મિકાના ચાહકો તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે પોસ્ટર પર અભિનેત્રીનું નામ કેમ નથી આપવામાં આવ્યું. પોસ્ટરમાં રણબીર કપૂર અને રશ્મિકાની રોમેન્ટિક સ્ટાઈલ જાેઈને ચાહકોને આલિયા ભટ્ટ અને વિજય દેવરાકોંડા યાદ આવી ગયા. કેટલાક યુઝર્સે કહ્યું કે, ‘આ પોસ્ટરને જાેઈને વિજય અને આલિયા બેચેન થઈ ગયા હશે.’ તો કેટલાકે મજાકિયા અંદાજમાં લખ્યું, ‘પ્લેન ક્રેશ થઈ શકે છે.’

Follow Me:

Related Posts