આપણે નસીબદાર છીએ, આપણે એવા દેશમાં છીએ જ્યાં સુરક્ષિત છીએ : નુસરત ભરૂચા
બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા હાલમાં જ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધનું નિશાન બનવાથી બચી ગઈ છે. આ યુદ્ધની શરૂઆતમાં તે ઈઝરાયેલમાં ફસાઈ ગઈ હતી. કોઈક રીતે અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો અને તેને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવી . હવે અભિનેત્રીએ પહેલીવાર આ વિશે વાત કરી છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કરીને અભિનેત્રીએ જણાવ્યું કે તે દરમિયાન શું થયું હતું.
નુસરત પોતાનો અનુભવ જણાવતી વખતે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેના ચહેરા પર ડર સ્પષ્ટ જાેઈ શકાય છે. નુસરતે કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે તેઓ હોટલમાં જ હતા. એકાએક અરાજકતાનો માહોલ સર્જાયો હતો. દરેકને સુરક્ષિત રાખવા માટે ભોંયરામાં લઈ જવામાં આવ્યા હતા. તેણે આ પહેલા ક્યારેય આવો અનુભવ કર્યો ન હતો. આ એકદમ ડરામણું હતું. બધાને નમસ્તે, મારી સુખાકારી માટે પ્રાર્થના કરવા બદલ હું તમારો આભાર માનું છું. હુ પાછી આવી ગઈ છુ. હું ઘરે છું. હું સુરક્ષિત છું. હું ઠીક છું. પરંતુ બે દિવસ પહેલા જ્યારે હું હોટલમાં હતી ત્યારે વિસ્ફોટના અવાજથી હું જાગી ગઈ. બધે સાયરન વાગતી હતી. અમને તરત જ બંકરમાં લઈ જવામાં આવ્યા. તમામ જગ્યાઓ બંધ હતી.
હું પહેલા ક્યારેય આવી પરિસ્થિતિમાં આવી ન હતી. પણ આજે જ્યારે હું મારા જ ઘરમાં જાગી કોઈ પણ અવાજ વગર, કોઈ ડર વગર, આજુબાજુ કોઈ ભય નથી એવો અહેસાસ. તેથી હું સમજી છું કે તે કેટલી મોટી વાત છે. આપણે કેટલા નસીબદાર છીએ, અમે એવા દેશમાં છીએ જ્યાં અમે સુરક્ષિત છીએ. ભારત સરકારનો આભાર માનું છું. ભારતીય દૂતાવાસ અને ઈઝરાયેલ એમ્બેસીનો આભાર માનું છું . . જેના કારણે અમે અમારા ઘરોમાં સુરક્ષિત રીતે રહી શકીએ છીએ. નુસરતે એમ પણ કહ્યું- પરંતુ હું તે લોકો માટે પણ પ્રાર્થના કરવા માંગુ છું જેઓ હજુ પણ તે યુદ્ધમાં ફસાયેલા છે. હું આશા રાખું છું કે ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત થશે. આ કહીને નુસરત ખૂબ જ ભાવુક થઈ ગઈ. સેલેબ્સ સહિત ચાહકોએ પણ આ વીડિયો પર તેમના આશીર્વાદ આપ્યા છે.
Recent Comments