નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે
સ્વચ્છતા હી સેવા : રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. નિવાસી અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરાશે. જિલ્લાના રોડ-રસ્તા, જાહેર ઈમારતો, સરકારી કચેરીઓ, સરકારી અને ખાનગી હોસ્પિટલ, પોલીસ સ્ટેશનો સહિતના સ્થળે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી વાળાએ ગ્રામ્ય સ્તરે અને શહેરી વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન વ્યવસ્થિત રીતે હાથ ધરવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી. ઉપરાંત સરકારી કચેરીઓમાં સાફ-સફાઈ અને રેકર્ડ વર્ગીકરણની કામગીરી બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. ગત તા. ૦૨ ઓક્ટોબર,૨૩ ગાંધી જયંતીના દિવસે સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. ઉપરાંત રાજ્યમાં પણ વિવિધ સ્થળોએ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આગામી તા. ૧૫ ઓક્ટોબર થી તા. ૧૬ ડિસેમ્બર,૨૦૨૩ સુધી જિલ્લામાં ગ્રામ્યથી શહેર સુધી વિવિધ જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.
“સ્વચ્છતા હી સેવા” સફાઈ ઝુંબેશના આયોજનને લઈ યોજાયેલ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. ઉપરાંત ડીઆરડીએ શ્રી અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments