અમરેલી

લીલીયા તાલુકામાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રા યોજાઇ

દિલ્હીમાં શહીદ સ્મારકના નિર્માણ હેતુસર માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશભરમાં ચાલી રહેલા અભિયાન અંતર્ગત તા.12 ઓક્ટોબર 2023ને ગુરૂવારે સવારે સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારના લીલીયા તાલુકાના પુતળીયા (દાડમા), સલડી, ગોઢાવદર તેમજ લીલીયામાં અમૃત કળશ યાત્રા યોજાઇ હતી. વીરોને વંદન કરવાના રાષ્ટ્રનિર્માણના કાર્યમાં લીલીયાની મહેક પ્રસરે તે હેતુથી હોનહાર યુવા ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલાએ અમૃત કળશ યાત્રામાં જોડાઇ ગામમાં ઘર-ઘર ફરીને માટી એકત્રિત કરી હતી.

આ ઉપરાંત ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલાની ઉપસ્થિતિમાં કળશયાત્રા આગળ વધી હતી. ગામની લક્ષ્મી સમાન દિકરીઓએ યાત્રાને કંકુ-ચોખાથી અગ્રણીઓ સાથેની યાત્રાને વધાવી લીધી હતી અને ગામની માતાઓ, બહેનો, વડીલોએ પોતાના ઘરની માટી કળશમાં અર્પણ કરી હતી.

આ કળશયાત્રામાં લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઇ ડાભી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભિખાભાઇ ધોરાજીયા, લીલીયા તાલુકા ભાજપા મહામંત્રી શ્રી જિગ્નેશભાઇ સાવજ તથા ગૌતમભાઇ વિંછીયા તેમજ આગેવાનો સરપંચશ્રીઓ તથા ભાજપાના કાર્યકર મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામા જોડાયા હતા.

Follow Me:

Related Posts