fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ગામોમા અમૃત કળશ યાત્રાનુ સ્વાગત કરી યાત્રાને પ્રસ્થાન કરાવતા સાસદ નારણભાઈ કાછડીયા

દેશના યશસ્વી પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા તા. ૩૦ જુલાઈ ૨૦૨૩ ના રોજ મન કી બાત કાર્યક્રમ દરમ્યાન દેશ માટે બલિદાન આપેલ આપણા વિર શહીદ પુરૂષો અને મહિલાઓના સન્માન માટે મેરી માટી, મેરા દેશ અભિયાનની જાહેરાત કરવામા આવેલ હતી. જેમા અમત કળશ યાત્રા અતગત સમગ્ર દેશના ખુણે ખુણેથી ૭૫૦૦ કળશોમા માટી લાવી દેશની રાજધાની દિલ્લી લાવી રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક પાસે અમત વાટીકા બનાવવામા આ માટીનો ઉપયોગ થવાનો છે ત્યારે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા, ભોકરવા, ડેડકડી, ભમ્મર, મેરીયાણા અને છાપરી ગામે અમત કળશ યાત્રા અતગત યાત્રાનુ સ્વાગત કરી ડોર ટુ ડોર જઈ ગ્રામજનોના હસ્તે કળશમા માટી એકત્ર કરી યાત્રાનુ પ્રસ્થાન કરાવેલ હતુ. આ કળશ યાત્રા દરમ્યાન પદાધિકારીઓ, ચુટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનોમા અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો.

આ યાત્રામા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડીયા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાવરકુંડલાના પ્રમુખ શ્રી દિપકભાઈ માલાણી, જીલ્લા પંચાયત સભ્ય શ્રી શરદભાઈ ગોદાણી અને શ્રી લાલભાઈ મોર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાવરકુંડલાના ડીરેકટર શ્રી અતુલભાઈ રાદડીયા, આગેવાન શ્રી હિતેશભાઈ ખાત્રાણી સહિત તાલુકા પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અન બહોળી સખ્યામા ગ્રામજનો જોડાયા હતા.

Follow Me:

Related Posts