ઇઝરાયલ હમાસ યુદ્ધને આજે છઠ્ઠો દિવસ થયો છે. ઈઝરાયલની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે. જાે કે યુદ્ધ વચ્ચે ઈઝરાયલમાં ફસાયેલા લોકો માટે ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે રાહતના સમાચાર જાહેર કર્યા છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયે કંટ્રોલ રૂમ બનાવવાનો ર્નિણય કર્યો છે અને તેના માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે જેની મદદથી કોઈ પણ વ્યક્તિ સપર્ક સાંધીને જે તે ફસાયેલ નાગરીકની મદદ માટે જણાવી શકે છે. ભારતે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન પર નજર રાખવા અને તેના નાગરિકોને મદદ પૂરી પાડવા માટે વિદેશ મંત્રાલયમાં એક કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે.
આ કંટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રહેશે. વાસ્તવમાં, હમાસના આતંકવાદીઓના હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલે મોટા પાયે સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. ત્યારથી, આ વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાની ચિંતા ઉભી થઈ છે.. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા માહિતી આપી વિદેશ મંત્રાલય દ્વારા સ્થાપિત આ કંટ્રોલ રૂમમાં ૨૪ કલાક કામ ચાલુ રહેશે.
વિદેશ મંત્રાલયે દિલ્હીમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે ઘણા ફોન નંબર પણ જાહેર કર્યા છે. જેમાં ૧૮૦૦૧૧૮૭૯૭ (ટોલ ફ્રી) ૯૧-૧૧ ૨૩૦૧૨૧૧૩ ૯૧-૧૧-૨૩૦૧૪૧૦૪ ૯૧-૧૧-૨૩૦૧૭૯૦૫ ૯૧૯૯૬૮૨૯૧૯૮૮ આ ફોન નંબરો દ્વારા સંપર્ક કરી શકાય છે. અને લોકો ૯૭૨-૩૫૨૨૬૭૪૮ ૯૭૨-૫૪૩૨૭૮૩૯૨ આ ફોન નંબરો દ્વારા સંપર્ક કરી શકે છે. તે જ સમયે, ઇઝરાયેલના તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે ૨૪ કલાકની ઇમરજન્સી હેલ્પલાઇન પણ સ્થાપિત કરી છે.
તે જ સમયે, એક ઈમેલ આઈડી પણ જારી કરવામાં આવ્યું હતું. ઈમેલ આઈડી ઃ ર્ષ્ઠહજ૧.ંીઙ્મટ્ઠદૃૈદૃજ્રદ્બીટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ અને લોકો ૯૭૦-૫૯૨૯૧૬૪૧૮ (વોટ્સએપ પણ) અને ઈમેલ આઈડી િીॅ.ટ્ઠિદ્બટ્ઠઙ્મઙ્મટ્ઠરજ્રદ્બીટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ દ્વારા સંપર્ક કરી શકે છે.. હમાસના હુમલામાં લગભગ ૧,૨૦૦ ઇઝરાયલીઓ માર્યા ગયા હતા અને ૨,૪૦૦ ઘાયલ થયા હતા. તે જ સમયે, ઇઝરાયેલના વળતા હુમલામાં ૯૫૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલમાં ૧૮,૦૦૦ ભારતીય નાગરિકો રહે છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે માહિતી આપી હતી કે “અમે ઇઝરાયેલમાં હાજર ભારતીય નાગરિકોને ખાતરી આપવા માંગીએ છીએ કે એમ્બેસી તમારી સુરક્ષા અને સુખાકારી માટે સતત કામ કરી રહી છે. અમે બધા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. પરંતુ કૃપા કરીને શાંત રહો અને સાવચેત રહો અને સ્થાનિક સુરક્ષા માર્ગદર્શિકા અનુસરવા જણાવ્યુ છે. દરમિયાન, ઇઝરાયેલ-હમાસ યુદ્ધ દરમિયાન, ઇઝરાયેલમાં વસતા ભારતીયોએ દેશની સેનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેઓ શાંતિથી જીવવા માંગે છે.



















Recent Comments