સ્વચ્છતાને જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા” પ્રકલ્પનું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠ સપ્તાહ સુધી સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે.
જે અંતર્ગત તળાજા તાલુકાના ગઢડા ગામે “સ્વચ્છતા હી સેવા” અભિયાનને સફળ બનાવવા વહીવટી તંત્ર તેમજ વિવિધ વિભાગો સક્રિયતા દાખવી રહ્યા છે. ત્યારે શાળાના છાત્રોએ રેલી યોજીને મુલાકાતીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. “સ્વચ્છતા અંગેના સૂત્રોચ્ચાર કરીને ગામમાં વિદ્યાર્થીઓએ રેલી યોજી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી આ અપીલથી લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવાનો નાના બાળકો દ્વારા અદકેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ, વડાપ્રધાનશ્રીના સ્વચ્છતા હી સેવાના અભિગમને આવકારતા બાળ-યુવા અને વડીલ એમ સહુ નાગરિકોમાં દેશને સ્વચ્છ બનાવવા માટે અનેરી ઊર્જા જોવા મળી રહી છે.



















Recent Comments