ભાવનગર

દેવળિયા ખાતે નવરાત્રી નિમિત્તે કુમારીકા દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું

તળાજા પાલીતાણા માર્ગ પર આવેલ દેવળિયા ખાતે નવરાત્રી નિમિત્તે કુમારીકા દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું.તળાજા તાલુકાના દેવળીયા (ધાર) ખાતે આવેલા ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે શક્તિ આરાધના પર્વના નવલા નોરતાના પ્રસંગે ગામની 108 કુંવારિકા દીકરીઓનું પૂજન કાર્યક્રમ યોજાય ગયો.

આશ્રમના મહંત થાણાપતિ શ્રી લહેરગીરીબાપુ દ્વારા દરેક કુવારીકા દીકરીઓનું ડ્રેસ,દક્ષિણા, અભ્યાસની સામગ્રીમાં નોટબુક,પેન તેમજ ભોજન પ્રસાદ સાથે પૂજન થયું હતું. આ પ્રસંગે તળાજા ના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઇ સોલંકી, મંગાભાઈ બાબરીયા, હનુભાઈ પરમાર, પાતુભાઈ દોરાળા સહિત ગામ આગેવાનો તેમજ આશ્રમના સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts