હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર માત્ર બે દેશને જ નથી થતી, પરંતુ દુનિયાના ઘણા દેશો આ યુદ્ધથી પ્રભાવિત થાય છે. ભારતમાં પણ યુદ્ધ અંગે સતત ચર્ચા થઈ રહી છે. હવે આરએસએસના વડા મોહન ભાગવતે પણ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ઘમાસાણ યુદ્ધને અને યુદ્ધની અસરોને લઈને નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે ઘણી બધી સુવિધાઓ છે, પરંતુ દુનિયાની સમસ્યાઓ ઓછી નથી થઈ રહી. દુનિયામાં સંઘર્ષ પૂર્ણ થવાને બદલે વધી રહ્યો છે. પહેલા યુક્રેન યુદ્ધ શરૂ થયું અને હવે ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. તેમણે કહ્યું કે, જ્યાં એક તરફ સુવિધાઓ વધી છે તો બીજી તરફ ગુનાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. સ્થિતિ એવી છે કે નાના બાળકો પણ બંદૂક લઈને શાળામાં જવા લાગ્યા છે અને તેમની સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ડરાવે છે.
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને આરએસએસના વડાનું નિવેદન

Recent Comments