fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા કોલેજના એન. એસ. એસ.વિભાગ દ્વારા “સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્રમ યોજાયો…..

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ વિભાગના સ્વયં-સેવિકા બહેનોએ સરકારશ્રીના પરિપત્ર “સ્વચ્છતા એ જ સેવા”માં જાહેર સ્થળોની સફાઈ અભિયાન અંતર્ગત તારીખ ૧૭/૧૦ /૨૭ ના રોજ સાવરકુંડલા તાલુકાના બસ- સ્ટેશન ની સફાઈ કરી તથા પ્લાસ્ટિકના કચરાને સળગાવી નિકાલ કર્યો. તથા લોકોને કચરો કચરાપેટીમાં નાખો, જ્યાં ત્યાં ગંદકી ન કરવી તથા સ્વચ્છતાનું સ્વાસ્થ્ય માટે મહત્વ સમજાવી જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યા,આ કાર્યક્રમ કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડી.એલ. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો જેને સફળ બનાવવા પ્રોગ્રામ ઓફિસર ડો. હરિતા જોશી અને ડો. કે.પી.વાળાએ આયોજન કર્યું હતું જેમાં સમગ્ર સ્ટાફનો પણ સહકાર મળેલ છે.

Follow Me:

Related Posts