fbpx
રાષ્ટ્રીય

ટીએમસીના સાંસદ મહુવા મોઈત્રા પર રોકડા લઈને સંસદમાં પ્રશ્ન પુછવાનો ગંભીર આરોપ

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા ઉપર તો હાલમાં રોકડ લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આક્ષેપ લાગ્યો છે. આ મામલામાં મહુઆ મોઇત્રા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. અત્યાર સુધી મહુવા મોઈત્રા પર માત્ર આરોપો જ લાગ્યા છે. પરંતુ ભાજપે રોકડ લઈને સંસદમાં પ્રશ્ન પુછવાની વાતને મોટો મુદ્દો બનાવી દીધો છે. આ મામલાના તાર સીધા ગૌતમ અદાણીની કંપની સાથે જાેડાયેલા હોવાથી તેમના તરફથી ઔપચારિક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.

અદાણી કંપની તરફથી આવેલા નિવેદનમાં, એ તમામ આરોપને ફરી એક વખત કહેવામાં આવ્યા છે, જેના આધારે મોઇત્રા સામે તપાસ કરાવવાની સતત ચર્ચા ચાલી રહી છે. અદાણીની કંપનીએ શું કહ્યું?.. જે જણાવીએ, આ સમગ્ર મામલે અદાણી જૂથના પ્રવક્તાએ કહ્યું કે, ૧૫ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદરાયે ઝ્રમ્ૈંને ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં એક ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. જેમાં સાંસદ મહુઆ મોઇત્રાની સાથે દર્શન હિરાનંદાની પણ સામેલ હતા. હવે નિવેદનમાં મોટી વાત એવી છે કે કંપની સ્પષ્ટપણે કહે છે કે, તેમની તરફથી ૯ ઓક્ટોબરે જ દલીલ કરવામાં આવી હતી કે ઘણા લોકો ગૌતમ અદાણીની છબી ખરાબ કરવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. ૨૦૧૮ થી ષડયંત્ર ચાલુ છે?.. જે જણાવીએ, ખુદ ફરિયાદીની ફરિયાદને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ગૌતમ અદાણીની છબી ખરાબ કરવાના પ્રયાસો વર્ષ ૨૦૧૮થી ચાલી રહ્યા છે.

જાે કે દર્શન હિરાનંદાનીના પ્રવક્તાએ પણ આ આરોપો અંગે સ્પષ્ટતા આપી છે. પોતાના પક્ષના આરોપોને ફગાવતા તેમણે કહ્યું કે અમે બિઝનેસ કરીએ છીએ, રાજકારણ નહીં. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે સરકાર સાથે મળીને દેશના કલ્યાણ માટે કામ કરતા આવ્યા છીએ અને કરતા રહીશું. કોણ છે દર્શન હિરાનંદાની?.. જે વિષે જણાવીએ, દર્શન હિરાનંદાની વિશે વાત કરીએ તો તેઓ દેશની સૌથી મોટી રિયલ એસ્ટેટ ફર્મ હિરાનંદાની ગ્રુપના ઝ્રઈર્ં છે. તેઓ હિરાનંદાની ગ્રુપના સ્થાપક નિરંજન હિરાનંદાનીના પુત્ર છે. હિરાનંદાની ગ્રુપ ટાઉનશીપ, આઈટી પાર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ્‌સ વિકસાવવા માટે જાણીતું છે. હાલમાં પણ આ ગ્રુપના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ભાજપે શુ કહ્યું?.. તે વિષે જણાવીએ, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ, આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ, આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવને એક પત્ર લખી ટીએમસીના સાંસદ મહુવા મોઈત્રા સામે તપાસ કરવાની રજૂઆત કરી છે. નિશિકાંત દુબેએ અશ્વિની વૈષ્ણણને લખેલા પત્રમાં કહ્યું છે કે, લોકસભાએ ફાળવેલા લોગઈન આઈડી અને પાસવર્ડનો દુરપયોગ કરાયો છે. જે સ્થળે મહુવા મોઈત્રા હાજર જ ના હોય તેવા સ્થળેથી તેમના લોગઈન દ્વારા સંસદમાં પ્રશ્ન પુછવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts