fbpx
અમરેલી

જિલ્લામાં રજીસ્ટર્ડ હોસ્પિટલ, ક્લિનીક અને સંસ્થાઓ માટે સીસીટીવી ફરજિયાત

પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત જિલ્લાના તમામ વિસ્તારોમાં રજીસ્ટર્ડ હોય તેવા હોસ્પિટલ, ક્લિનીક, સંસ્થાઓ માટે સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અંતર્ગત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. હોસ્પિટલ, ક્લિનીક, સંસ્થાઓએ ફરજિયાત સીસીટીવી કેમેરા ઓડીયો-વીડિયોનું ૩૦ દિવસ રેકોર્ડિંગ બેકઅપ રાખવું. કેમેરા સંપૂર્ણ સ્થળને આવરી લે તેવી રીતે પૂરતી સંખ્યામાં લગાવવાના રહેશે. સોનોગ્રાફી રુમમાં નક્કી કરેલ અધિકૃત વ્યક્તિ, દર્દી સિવાય પ્રવેશ  પ્રતિબંધિત રહેશે. સોનોગ્રાફી રુમની અંદર દાખલ થતાં કે બહાર નીકળતી વ્યક્તિઓનો ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રુમની બહારના દરવાજાના ભાગે કેમેરા લગાવવા. દરવાજા અલગ-અલગ હોય તો બંને જગ્યાએ કેમેરા લગાવવાના રહેશે.  સંબંધિત જિલ્લા, સબ જિલ્લા સત્તાધિકારીશ્રી (એપ્રોપિએટ ઓથોરિટીશ્રી) દ્વારા જરુર જણાયે જ્યારે પણ રેકોર્ડિંગ બેકઅપ માંગવામાં આવે ત્યારે ફરજિયાત આપવું. બેકઅપમાં ત્રુટિ જણાશે તો પીસીપીએનડીટી એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામું તા.૧૨/૧૨/૨૦૨૩ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર ધી ઇન્ડિયન પીનલ કોડ કલમ ૧૮૮ અન્વયે સજાને પાત્ર રહેશે.

Follow Me:

Related Posts