fbpx
અમરેલી

બ્રાન્ચ શાળા નંબર ૬ સાવરકુંડલામાં ભવ્ય નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવ્યો    

આજરોજ તારીખ ૧૮-૧૦-૨૦૨૩ ના રોજ સાવરકુંડલા તાલુકાની બ્રાન્ચ શાળા નંબર ૬ મા ધોરણ ૧ થી ૫ ના ભૂલકાઓએ ભવ્યતિ ભવ્ય નવરાત્રી ઉત્સવ ઉજવ્યો હાલ માઁના નવલા નોરતા ચાલી રહ્યા છે તે દરમિયાન સમગ્ર સાવરકુંડલા શહેરમાં નાની મોટી તેમજ શેરી ગલીઓમાં માઁના નવરાત્રા ઉજવાઈ રહ્યા છે તેવી જ રીતે આ  શાળા આ નવલાં નોરતાથી વંચિત કેવી રીતે રહે? આ  શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર ભાઈઓ અને બહેનોએ ખૂબ જ મહેનત ઉપાડીને આ નાના નાના ભૂલકાઓ સાથે ધામધૂમથી રાસ ગરબા રમ્યા આ તકે બાળકો પણ   ખૂબ જ હોશે હોશે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસ ગરબાની મજા માણી.

આ રાસ ગરબાનો કાર્યક્રમ સફળ બનાવવા માટે આ શાળાના પ્રિન્સિપાલ ભદ્રાબેન ભટ્ટ આ શાળાના સંગીત શિક્ષક શ્રી અરવિંદભાઈ શેલડીયા. કિરણબેન રૈયાણી. દિપાવલી બેન વ્યાસ. મયુરીબેન દવે તેમજ. સમગ્ર સ્ટાફે જહમત ઉઠાવેલ તેમજ એસએમસી કમિટીના અધ્યક્ષ અને સમગ્ર સભ્યોનો પણ સહકાર મળેલ

Follow Me:

Related Posts