સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લામાં ૬ થી ૧૮ વર્ષની વયજુથના સિક્ષાથી વંચિત રહી ગયેલ બાળકોનો સર્વે હાથ ધરવામાં આવશે
સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લામાં ૬ થી ૧૮ વર્ષની વયજુથના શિક્ષાથી વંચિત રહી ગયેલ ((ધો.૧ થી ૧૨ સુધીનું કદી શિક્ષણ મેળવેલ નથી તેવા અને ધો.૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા વગર અધવચ્ચેથી શાળા છોડી દીધેલ છે તેવા) દિવ્યાંગ સહિતના તમામ બાળકોનો સર્વે અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક શાળા મારફત હાથ ધરવામાં આવેલ છે. તા.૦૧.૧૧.૨૦૨૩ થી ૦૮.૧૧.૨૦૨૩ સુધી થનાર શાળા બહારના બાળકોના સર્વેમાં જાહેર જનતાને સહભાગી થવા જણાવવામાં આવે છે. આવા બાળકો કોઈના ધ્યાનમાં આવે તો નજીકની પ્રાથમિક શાળાના આચાર્યને જાણ કરવા જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમરેલી તરફથી એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments