fbpx
અમરેલી

સાવરકુંડલાના પીઠવડી નજીક બાઇક અકસ્માતમાં આધેડનું મોત

ગારીયાધાર મા રહેતા એક આધેડ પોતાના પત્ની સાથે બાઇક લઈને ગીદરડી ગામેથી ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે સાવરકુંડલાના પીઠવડી નજીક અન્ય એક બાઇક ચાલકે અકસ્માત સર્જતા આધેડનું મોત નિપજયું હતું. જ્યારે મહિલા ને ઇજા પહોંચતા સારવાર મા ખસેડાયા હતા.

અકસ્માતની આ ઘટના સાવરકુંડલાના પીઠવડી નજીક વંડા માર્ગ તરફ બની હતી. ગારીયાધારમા રહેતા ગૌતમભાઇ શંભુભાઇ મકવાણા (ઉ.વ.૨૮) નામના યુવકે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે તેના પિતા શંભુભાઇ અને માતા રસીલાબેન તેમજ ભત્રીજી શ્રેયાંસી ગીદરડી સંબંધીના ઘરે ગયા હતા. તેઓ બાઇક નંબર જી.જે. ૧૪-કયુ – ૭૩૪૯ લઇને ગારીયાધાર પરત ફરી રહ્યાં હતા. તેઓ પીઠવડી-વંડા માર્ગ પર પહોંચ્યા ત્યારે સામેથી આવી રહેલા બાઇક નંબર જી.જે. – ૧૪ –  એએન-૦૩૧૬ના ચાલકે અકસ્માત સર્જયો હતો. અકસ્માતમા શંભુભાઇને ગંભીર ઇજા પહોંચતા તેમનુ મોત થયુ હતુ. જયારે રસીલાબેન ને ઇજા પહોંચી હતી. બનાવ અંગે પી આઈ પી.એલ.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

Follow Me:

Related Posts