fbpx
અમરેલી

સખી વન સ્ટોપ સેન્ટર અમરેલીની પ્રસંશનીય કામગીરી, શારીરિક-માનસિક ત્રાસથી ત્રસ્ત મહિલાને આશ્રય સાથે પોલીસ ફરિયાદ કરવા માટે મદદ મળી

 ભારત સરકાર પુરસ્કૃત અને  મહિલા અને બાળ વિકાસ વિભાગ  ગાંધીનગર દ્વારા સંચાલિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ અમરેલી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન નીચે અમરેલી –  સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૫ વર્ષથી ૨૪*૭ કાર્યરત છે. દરમિયાન અમરેલી જિલ્લાના એક બહેનને તેના ભાઈ અને ભાઈના મિત્રથી ખૂબ જ શારીરિક માનસિક ત્રાસ હોય, બહેન મહિલા પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા સેન્ટર પર આવેલા.સેન્ટર પર બહેનનું કાઉન્સેલિંગ કરતા જણાયું કે બહેનને પોલીસ મદદની જરૂર હોય, બહેનને સાવરકુંડલા પોલીસ સ્ટેશનથી મદદ પૂરી પાડી છે. આમ ‘સખી વન સ્ટોપ સેન્ટર’ પર આશ્રય મેળવી બહેનને પોલીસે મદદ પૂરી પાડતા બહેન ફરિયાદ પ્રક્રિયામાં આગળ વધ્યા છે.

            ‘સખી વન સ્ટોપ સેન્ટર’ દ્વારા અત્યાર સુધીમાં ૧૨૫૫ જેટલી હિંસાથી પીડિત બહેનોને મદદ પૂરી પાડવામાં આવેલ છે. જેમાં પોલીસ મદદ, કાનૂની મદદ, તબીબી સહાય, હંગામી ધોરણે આશ્રય તેમજ સામાજિક પરામર્શ તેમજ કાયદાકીય મદદ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અમરેલી જિલ્લામાં કોઈપણ ખૂણે રહેલ બહેન અડધી રાત્રે પણ ૧૮૧ દ્વારા વન સ્ટોપ સેન્ટર પર આવીને મદદ મેળવી શકે છે.

Follow Me:

Related Posts