fbpx
અમરેલી

કુંકાવાવ તાલુકાના કોલડા ગામે મહિલાઓ સહિત ગ્રામજનો દ્વારા નદી કાંઠા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ

રાજ્યવ્યાપી “સ્વચ્છતા” અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા દૈનિક ધોરણે ખાસ “સ્વચ્છતા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.  જિલ્લામાં આગામી ૧૬ ડિસેમ્બર સુધી સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ વેગવંતી બની છે. અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના કોલડા ગામે મહિલાઓ સહિત ગ્રામજનો દ્વારા નદી કાંઠા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને કચરો એકત્રિત કરીને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. તા.૧૬ થી ૨૧ ઓક્ટોબર,૨૩ સુધી શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડિંગ, મહા પુરુષોની પ્રતિમા, નદી તળાવ સહિતના પાણીના સ્ત્રોત્રની સાફ-સફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.     

         સમગ્ર રાજ્યમાં હાલ “સ્વચ્છતા હી સેવા” અભિયાન વેગવંતુ બની રહ્યું છે. આવો જિલ્લાના સૌ નાગરિકો સ્વચ્છતા હી સેવા મહા અભિયાનમાં સહભાગી બનીને આપણી ભારતીય નાગરિક તરીકેની સાચી ફરજ અદા કરીએ અને આપણા ગામ,શહેર અને જિલ્લાને ‘સ્વચ્છ જિલ્લો-સ્વસ્થ જિલ્લો’ બનાવીએ.

Follow Me:

Related Posts