fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. માં ઈ – એફ આઇ. આર દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતીઅમરેલી એલ.સી.બી. ટીમ…

ગુનાની વિગતઃ-

ગઇ તા.૧૩/૦૯/૨૦૨૩ ના રોજ વારીસભાઇ સાલેમભાઇ મકવાણા, ઉં.વ.૨૨, રહે.મીતીયાળા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળા સાવરકુંડલા, કાપેલધાર પાસેથી મોટર સાયકલ લઇ જતા હોય, તે દરમિયાન ચક્કર આવતા પડી, ગયેલ તે દરમિયાન ઘણા અજાણ્યા માણસો ભેગા થઈ ગયેલ હોય, તે દરમિયાન પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૩,૪૯૦/- નો કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે વારીસ ભાઈ દ્વારા  ઈ – એફ આઇ. આર કરાવેલ હોય, જે ઈ – એફ આઇ. આર અંગે ખરાઈ કરી, તેના પરથી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૩૦૩૪૨/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.

ઉપરોક્ત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને સાવરકુંડલા ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન સાવરકુંડલા ટાઉનમાંથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલા ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

કાળુભાઈ ઉગાભાઇ મોરી, ઉ.વ.૩૭, રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, ખોડીયાર ચોક, તા.સાવરકુંડલા, જિ.અમરેલી,

રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક ઓપ્પો કંપનીનો A54 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૧૩,૪૯૦/- નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ. તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts