લાઠી પોલીસ સ્ટેશનના બળાત્કાર તથા પોક્સોના ગુન્હાના કામના આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડતી લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ
મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ તથા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી કિંકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી ભંડારી સાહેબ અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે લાઠી પો.સબ.ઈન્સ. શ્રી એચ.જે.બરવાડીયા સાહેબના માર્ગદર્શન મુજબ લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૩૦૨૫૩/૨૦૨૩ IPC કલમ ૩૭૬(૨)(૪), ૩૭૬(૨)એન, ૫૦૬(૨) તથા પોક્સો એક્ટ કલમ ૪, ૬, ૮, ૧૮ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને ગણતરીના દિવસોમાં પકડી ધોરણસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત
કલ્પેશભાઇ વલ્લભભાઇ રોલીયા ઉ.વ.૨૦ ધંધો.ખેતી રહે.દેરડી(જાનબાઇ) તા.લાઠી જી.અમરેલીઆ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંડ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી ની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ શ્રી એચ.જે.બરવાડીયા સા. તથા લાઠી પોલીસ તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામા આવેલ છે.
Recent Comments