ભાવનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ડેમ અને નહેરોની સફાઈ
રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા તા.૧૫ ઓક્ટોબરથી તા.૧૫ ડીસેમ્બર સુધી દૈનિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે ભાવનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત બે મહિના સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં થીમ આધારિત સફાઈ અભિયાનના ભાગરૂપે ૨૧ ઓક્ટોબર સુધી શહેર અને ગ્રામ્ય વિસ્તારના નદી, તળાવ,સમુદ્ર કિનારા સહિતના સ્થળોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ભાવનગર જળ સિંચન વિભાગ દ્વારા ભાવનગર હસ્તકના શેત્રુંજી ડેમ, રજાવળ ડેમ, ખારો ડેમ, હમીરપરા ડેમ તેમજ લાખણકા ડેમ તેમજ શેત્રુંજી ડાબા/જમણા કાંઠા નહેરો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ડેમ તેમજ નહેરમાંથી ઘન કચરાનો નિકાલ, ઝાડી- ઝાંખરા દુર કરવા તેમજ ડેમની આસપાસનો કચરો દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન જન આંદોલન બની રહ્યું છે ત્યારે જળ સિંચન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી આશીષભાઈ બાલધીયાના માર્ગદર્શન હેઠળ ડેમ તેમજ નહેરોની સાફ સફાઇ કરવામાં આવી હતી.
Recent Comments