આગામી તારીખ 28 , ઓક્ટોબર શનિવાર શરદપૂર્ણિમાના રોજ ચંદ્રગ્રહણ હોવાથી શાસ્ત્રોકત નિયમ મુજબ બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે દર્શન વિભાગ બપોરના 3.24 કલાકથી (ગ્રહણ વેધ) થી લઈને મોડી રાત્રિના 2.22 કલાક સુધી (ગ્રહણ મોક્ષ) સુધી બંધ રહેશે. ત્યારબાદ મંદિરનો જળાભિષેક કર્યા પછી સવારના પાંચ કલાકે મંગળા આરતી થશે.પછીથી દર્શન રાબેતા મુજબ શરૂ રહેશે. જેની સૌ યાત્રાળુ દર્શનાર્થીઓએ નોંઘ લેવા ગુરૂઆશ્રમ, બગદાણા ની યાદી માં જણાવાયું છે.
શરદ પૂનમના રોજ ચંદ્રગ્રહણ હોવાથી બગદાણા ધામ ખાતે દર્શન બંધ રહેશે

Recent Comments