સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પિયાવા ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પિયાવા ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સગર્ભા માતા તથા નાના બાળકોની તપાસ તથા સારવાર કરવામાં આવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર એમ જોશી સાહેબ, આર સી એચ ઓ ડો. સાલવી સાહેબ જિલ્લા ટીબી અધિકારી ડો. અલ્તાફ કુરેશી સાહેબ, ક્યું એમ ઓ ડો. આર.કે. જાટ સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર ડો. મીના સાહેબના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પિયાવા ખાતે હેલ્થ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આભા તથા આયુષ્યમાન કાર્ડ બનાવી આપેલ જેમાં ગામના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો આ કેમ્પમાં મેડિકલ ઓફિસર રીપલબેન મહેતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાગૃતભાઇ ચૌહાણ તથા આર બી એસ કે મેડિકલ ઓફિસર ડો. વિવેક લાડવા તથા ડો. રિટાબા ગોહિલ, પ્રકાશભાઈ હેલૈયા , હીરલબેન સુરજીવાલા દ્વારા સેવા આપવામાં આવી આ કેમ્પને સફળ બનાવવા આશા બહેનોએ ભારે જહેમત ઊઠાવી
Recent Comments