અમરેલી

અમરેલી નગરપાલિકા દ્વારા નગરમાં મહાપુરૂષો, સ્વાતંત્ર્ય સેનાનની પ્રતિમા અને કામનાથ નદી કિનારે સફાઈ અભિયાન યોજાયું

 ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા અમરેલી નગરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન યોજાયું હતું. સરકારની ગાઇડલાઈન મુજબ પ્રતિદિન વિવિધ વિસ્તારોની સાફ સફાઈ કરવાના આયોજન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મહાપુરૂષોની પ્રતિમા, સ્વાતંત્ર્ય સેનાની પ્રતિમાની સાફ  સફાઈ કરવામાં આવી હતી.

        અમરેલીમાંથી પસાર થતી ઠેબી નદીના કાંઠે આવેલા પ્રાચીન કામનાથ મહાદેવ મંદિરના કાંઠે નદી કિનારે સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી એકઠો કરવામાં આવેલો કચરો વ્યવસ્થિત રીતે એકત્રિત કરી અને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કડીના ભાગરૂપે પ્રતિદિન અમરેલી નગરમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાશે અને અને અમરેલી નગરને સ્વચ્છ બનાવવાના પ્રયાસો કરાશે, તેમ ચીફ ઓફિસરશ્રી, અમરેલી નગરપાલિકાએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts