fbpx
અમરેલી

સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરીત બ્રહ્મસેના દ્વારા નવરાત્રી નિમિતે અનોખી પહેલનવરાત્રી સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો… ૫૧ બોટલ રક્ત એકત્ર કરાયું

નવરાત્રી મહોત્સવ ના આયોજન સાથે બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મપુરી માં ગરબાનું આયોજન સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી-સાવરકુંડલા શાખા ના સહયોગથી બ્રહ્મસેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રક્ત દાતાઓ દ્વારા ૫૧ બોટલ રક્ત એકત્ર થયું હતું અને રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા શાખાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ ને અર્પણ કરાયું હતું.
  બ્રહ્મ સેના એ કરેલ સેવાકીય કાર્યને સમાજના અગ્રણી તેમજ શહેરના નામાંકિત વ્યક્તિઓ દ્વારા બિરદાવવામાં આવી હતી અને આવીજ રીતે ધાર્મિક તહેવારો ને લોક ઉપયોગી તેમજ સેવાકીય કાર્ય કરવાની પહેલ બ્રહ્મસેના દ્વારા  કરવામાં આવી છે. તેમ શક્તિ નવરાત્રી મહોત્સવ ના માર્ગદર્શક ચિરાગભાઈ આચાર્ય બ્રહ્મ સેનાના પ્રમુખ કિરીટભાઈ મહેતા ઉપપ્રમુખ પુનિતભાઈ જોશી તેમજ આ મહોત્સવના કન્વીનર હરિત ભાઈ જોશી એક યાદીમાં જણાવ્યું હતું.

Follow Me:

Related Posts