નવરાત્રી પછી માતાજીનો ગરબો (મટુકી)ના માળા બનાવી ચકલીઓને જીવનદાન આપીએ
નવરાત્રી બાદ ગરબાને મંદિર, તળાવ કે પછી નદીમાં વિસર્જન કરવાના બદલે ગરબાને ચકલીઘર બનાવી તેને ઘર આંગણે લગાડીએ તો આ પંખીને રહેઠાણ તરીકે ઘર પણ મળી જાય અને ગરબાનો સદ્ઉપયોગ પણ થઈ શકે. શહેરી વિસ્તારમાં ચકલીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જો ચકલીઓનું ચી..ચી..ચી.. આપણે ઘર આંગણે સાંભળવું હોય તો આ ગરબાને માળા તરીકે ઉપયોગ કરી શકાય. આ ગરબાની ઉપર કોડીયું મુકી બે ઈંચનું હોલ આવન-જાવન માટે પાડી આ માળો આપણા ઘરે પણ લગાડી શકીએ. આપણે સૌ સાથે મળી ગરબાનો માળો બનાવી તેનો સદ્ઉપયોગ કરી અબોલ જીવો માટે સેવાનું કાર્ય કરીએ…
વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા
(નોંધ: આપના ઘરના ગરબા દશેરાના દિવસે અમોને પહોંચતા કરી શકો છો. અમો ગરબાનો માળો બનાવી લોકોને ચકલીઘર પહોંચતા કરીશું.)
ગરબા મુકવાનું સ્થળ: તાત્કાલિક હનુમાનજી આશ્રમ, કે.કે. હાઈસ્કુલ પાછળ, નદી કાંઠે, સાવરકુંડલા.
વધુ માહિતી માટે સંપર્ક:
Recent Comments