અમરેલી

લીલીયા તાલુકાના નાના રાજકોટ, કલ્યાણપર, ખારા, પુંજાપાદર  મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક (વ્યવસ્થાપક) મદદનીશ, રસોયાની આવશ્યકતા

 લીલીયા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુક (વ્યવસ્થાપક) રસોયા (કુક-કમ-હેલ્પર) મદદનીશ (હેલ્પર)ની  ની આવશ્યકતા છે. આ જગ્યા માટે તા.૦૪ નવેમ્બર,૨૦૨૩ સુધીમાં લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે કચેરી કામગીરી સમય દરમિયાન ફી ભરી અને અરજી બપોરે ૦૨ વાગ્યા સુધીમાં રજિસ્ટ્રી ટેબલ પર પહોંચાડવાની રહેશે. ખાલી જગ્યાઓમાં પ્રથમ પ્રયત્ન અંતર્ગત નાના રાજકોટ ગામે સંચાલક કમ-કુક (વ્યવસ્થાપક), રસોયા (કુક કમ હેલ્પર), મદદનીશ (હેલ્પર)ની ખાલી જગ્યા છે. કલ્યાણપર ગામમાં રસોયા (કુક-કમ-હેલ્પર)ની ખાલી જગ્યા છે. જ્યારે બીજા પ્રયત્ન અંતર્ગત ખાર અને પુંજાપાદર ગામે સંચાલક-કમ-કુકની ખાલી જગ્યાઓ છે. આ ઉમેદવારી માટેના અરજીપત્રક તા. ૧૯-૧૦-૨૦૨૩ ૦૪-૧૧-૨૦૨૩ સુધીમાં અરજી મંગાવવાની રહેશે. 

ઓછામાં ઓછી ધો.૧૦ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ આધાર પુરાવા સાથે જરુરી વિગતો ભરીને અરજી પત્રક લીલીયા તાલુકા  મામલતદાર કચેરી ખાતે રજૂ કરવા. આ કેન્દ્રમાં સંચાલકની આવશ્યકતા માટેની અરજી ઉમેદવારોની લાયકાત, ઉંમર  સરકારના ઠરાવેલ ધોરણો અનુસાર હશે તેમને રૂબરૂ બોલાવવામાં આવશે. આ જગ્યાઓ માટે સરકાર દ્વારા નિયત માનદ વેતન આપવામાં આવશે. અરજી કરવાનું નિયત નમૂના પત્રક લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતેથી જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન મળશે.  આ નિમણુક અનાજ દળવાની ઘંટી ચલાવતા વ્યક્તિને, વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિને, શાકભાજી, મરી મસાલા, જલાઉ લાકડાનો વ્યાપાર કરતા, અન્ય ધંધાથી વેપાર કરતી કે દુકાન ચલાવતી વ્યક્તિઓને, ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોય, પોલીસ ફરિયાદ થઈ હોય, કોર્ટ દ્વારા સજા થઈ હોય તેવા અરજદારો દ્વારા અરજી આપી શકાશે નહીં. આ ઉપરાંત અરજદાર સ્થાનિક સ્વરાજની સંસ્થા, વિધાનસભા, લોકસભા, અથવા કોઈ પણ સહકારી સંસ્થા, રજિસ્ટર્ડ સોસાયટી, રજિસ્ટર્ડ ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા ચૂંટાયેલું પદ ધરાવતા હોય અને તેવું પદ છોડવા માંગતા ન હોય તો અરજી કરી શકશે નહીં,  તેમ મામલતદારશ્રી લીલીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts