નિતેશ તિવારીની રામાયણ ફિલ્મમાં યશને રાવણનો રોલ માટે યશને રૂ.૧૫૦ કરોડની ઓફર હતી!
કન્નડ ફિલ્મના સુપર સ્ટાર યશ ને કેજીએફની સફળતાએ પાન ઈન્ડિયા લોકપ્રિયતા અપાવી છે. યશની આ લોકપ્રિયતાને જાેતાં જ નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બનનારી રામાયણ આધારિત ફિલ્મમાં યશને રાવણનો રોલ ઓફર થયો છે. આ રોલ માટે યશને રૂ.૧૫૦ કરોડની ઓફર થઈ હોવાનું કહેવાય છે. પ્રભાસ સ્ટારર આદિપુરુષના ધબડકા બાદ પણ નિતેશ તિવારીએ રામાયણ બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.
આદિપુરુષની જેમ પોતાની ફિલ્મમાં ઢગલો વીએફએક્સ રાખવાની તેમની ઈચ્છા નથી. દરેક કેરેક્ટર ઊભરીને બહાર આવે અને ઓડિયન્સને વાસ્તવિક લાગે તેવી ફિલ્મ બનાવવાની તેમની ઈચ્છા છે. ફિલ્મમાં ભગવાન રામના રોલ માટે રણબીર કપૂર અને સીતા માતાના રોલ માટે સાઈ પલ્લવીને સાઈન કરાયા હતા. આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનાથી ફિલ્મને ફ્લોર પર લઈ જવાનો પ્લાન છે. કેજીએફની બે ફિલ્મો સફળ થયા બાદ યશ હાલ ત્રીજા પાર્ટનું શૂટિંગ કરી રહ્યો છે. યશને બોલિવૂડના મોટાં પ્રોજેક્ટ હજુ મળ્યા નથી. બોલિવૂડમાં મોટા પાયે આગમન કરવા યશને રણબીરનો સાથ લેવાનું યોગ્ય જણાયું છે. જાે કે રાવણના રોલ માટે યશને અધધધ કરી શકાય તેવી રકમ મળવાની છે. સોર્સીસના જણાવ્યા મુજબ, યશને રૂ.૧૦૦થી ૧૫૦ કરોડ મળશે. ઓછા દિવસોમાં શૂટિંગ પૂરું થાય તો ૧૦૦ કરોડ અને શૂટિંગના દિવસો વધી જાય તો રૂ.૧૫૦ કરોડની ફી યશને મળશે. સાઉથમાંથી આવેલા બાહુબલિ સ્ટાર પ્રભાસને અગાઉ બોલિવૂડમાં રૂ.૧૦૦ કરોડ કે તેથી વધુની ફી ઓફર થયેલી છે. લાંબા સમય સુધી આટલી મોટી રકમની ફી પર ત્રણ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન જેવા મોટા સ્ટાર્સનો ઈજારો રહ્યો હતો. પ્રભાસ બાદ સાઉથના વધુ એક એક્ટરને રૂ.૧૦૦ કરોડથી વધુની ફી ઓફર થઈ છે.
Recent Comments