લીલીયા તાલુકાના ભોરીંગડા ગામે ગૌચરમાંથી માટી/ખનીજ ઉપાડી સાવરકુંડલા થી રંઘોળા રોડમાં એજન્સી દ્વારા નાખતા, કલેકટર અમરેલી તેમજ સબંધિત અધિકારીને પત્ર પાઠવતા પૂર્વ-ધારાસભ્ય પ્રતાપ દુધાત
લીલીયા તાલુકાના ભોરીંગડા ના સર્વે નંબર ૪૨૬ આવેલ છે જે ગૌચર છે. ત્યારે સાવરકુંડલા –રંઘોળા રોડની બંને સાઈડ પર માટી,મેટલ,મોરમ જેવા પ્રદાર્થ થી પુરાણ કરવામાં આવી રહ્યું છે. આ પુરાણ આ કામ કરતી એજન્સી ઓમ કન્ટ્રકશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જયારે સરકારશ્રી દ્વારા અવારનવાર નીતિ નિયમો જાહેર કરતી હોય છે તે નિયમો મુજબ જ્યાંપણ ગૌચર જમીન આવેલ હોય ત્યાંથી કોઈપણ પ્રકારનું ખોદકામ કરીને માટી,મેટલ,મોરમ જેવા વસ્તુઓ લેવી નહી કે ખોદકામ કરવું નહી તેમ છતાં આ એજન્સી દ્વારા આવું ખોદકામ કરીને માટી,મેટલ,મોરમ ઉપાડીને આ સાવરકુંડલા –રંઘોળા રોડની બંને સાઈડ પર ઉપયોગ માં લઇ રહ્યા છે.જે એક નિદનીય છે તેમની જાણ તમામ સબંધિત વહીવટી તંત્ર ને છે, તેમ છતાં આ તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને કોઈ કાર્યવાહી આ એજન્સી વિરુધ્ધ કરતુ નથી પરંતુ કોઈ ખેડૂત એક ટ્રેક્ટર માટી ઉપાડીને તેમના ખેતરના શેઢે નાખવામાં આવેતો તેમની વિરુધ્ધ સરકારશ્રીના ધારા ધોરણ મુજબ કાર્યવાહી કરીને દંડ વસૂલવામાં આવે છે.
પણ આવી અનેક એજન્સી બિન અધિકૃત રીતે ગૌચર માં ખોદકામ કરીને માટી,મેટલ,મોરમ ઉપાડીને પોતાના સ્વાર્થ ના કામ પારપાડવા માટે કરેછે ત્યારે વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરતુ નથી પણ સરકારશ્રી દ્વારા ગૌચર માં દબાણ કે ખોદકામ ના થાય તેવા પ્રયત્ન કરે છે, પરંતુ અમરેલી જીલ્લા વહીવટી તંત્ર આ અંગે વામળું સાબિત થયેલ છે કેમ કે તેઓને આવી એજન્સી સાથે સાંઠગાંઠ રાખીને મોટી એજન્સી ને મદદરૂપ થતા હોય છે. આમનેઆમ જો વહીવટીતંત્ર કે સરકાર ધ્યાન નહી આપે તો આગામી દિવસોમાં મૂંગા પશુ માટે ચરિયાણજ નહી રહે ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત શ્રી દ્વારા મૂગા પશુ ના ગૌચર આખલા ચરી ના જાય માટે યોગ્ય ઘટિત કાર્યવાહી કરી અને આવી એજન્સી ની સામે કડક માં કડક કાર્યવાહી કરી દંડ કરી અમરેલી વહીવટીતંત્ર કોઈ દાખલો બેસાડે તે માટે વહીવટીતંત્ર ને પત્ર પાઠવામાં આવેલ છે.
Recent Comments