શીલ-સંસ્કૃતિ સદાચારની રક્ષા પ્રદાન બદલ જાણીતા લેખક વિવેચક મોટીવેશનલ સ્પીકર. ડો અંકિતાબેન મુલાણીને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એનાયત થશે
સુરત શીલ-સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે અનન્ય પ્રદાન બદલ જાણીતા લેખક વિવેચક મોટીવેશનલ સ્પીકર ડો અંકિતાબેન મુલાણી ને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર રાજ્ય સરકાર ના રમતગમત યુવા સંસ્કૃતિ વિભાગ તરફ થી એનાયત થશે ડો અંકિતાબેન મુલાણી ને શીલ સંસ્કૃતિ અને સદાચાર ની રક્ષા માટે આપેલ સમર્પિત બદલ તેમને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સેવ કલ્ચર – સેવા ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુકત ઉપક્રમે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.
સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટેના સમર્પણને બિરદાવવા માટે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી ડો અંકિતાબેન મુલાણી નું સન્માનિત કરવાનો નિર્ણય કરેલ છે, જેમાં ૧,૧,૦૦,૦૦૦/- અંકે એક લાખ રૂપિયાનો પુરસ્કાર અને સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવનાર છે ગૌરવવંતુ સન્માન ગ્રહણ ડો અંકિતાબેન મુલાણી ને તારીખ ૨૯ ઓક્ટોબર, ૨૦૨૩ રવિવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ટાગોર હોલ, પાલડી અમદાવાદ ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માન.મંત્રીશ્રી, સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ શ્રી મુળુભાઈ બેરા અને સેવા કલ્ચર-સેવા ઇન્ડિયા ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકર અને ગણમાન્ય મહાનુભાવોના વરદહસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કરવામાં આવશે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર મેળવનાર અંકિતાબેન મુલાણી ગૌરવંતી ગુજરાતણ ને અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થાઓ અભિનંદન પાઠવ્યા હતા
Recent Comments