સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની મબલખ આવક

કપાસના ભાવ રૂપિયા ૨ હજાર સુધી કરવામાં આવે એવી ખેડુતોની માંગ

રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસની આવક થઇ છે. માર્કેટ યાર્ડમાં એક મણ કપાસના ભાવ રૂપિયા ૧૩૫૦થી ૧૪૦૦ સુધીના બોલાયા છે. તેમજ ખેડૂતો પોતાના કપાસ વેચવા માર્કેટ યાર્ડ ખાતે આવ્યા તો ખરા. પરંતુ તેમનામાં નારાજગી વ્યાપી છે. ખેડૂતોનું કહેવું છે કે કપાસના ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે. પાકના આવક કરતાં વાવેતર મોંઘુ પડી રહ્યું છે. ખેડૂતોએ માગ કરી છે કે કપાસના ભાવ રૂપિયા ૨ હજાર સુધી કરવામાં આવે. જેથી આર્થિક સ્થિતિ સચવાઇ રહે. મહત્વનું છે કે એક તરફ કપાસનું ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા નારાજગી વ્યાપી છે. તો બીજી તરફ ગરીબો અને મધ્યમવર્ગીયો પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. રાજકોટની વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં વધારો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા બે દિવસમાં ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ રૂ.૧૦થી ૧૫નો વધારો નોંધાયો હતો.

Related Posts