fbpx
રાષ્ટ્રીય

દિલ્હી સરકારના મંત્રાલયોમાં ફેરફાર થયો,શિક્ષણ પ્રધાન આતિશીને પાણી પુરવઠા વિભાગ સોંપાયુ

દિલ્હી સરકારના મંત્રાલયોમાં મોટા ફેરફાર કરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં શિક્ષણ પ્રધાન આતિશીને પાણી પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો છે. આ પહેલા આ વિભાગ સૌરભ ભારદ્વાજ પાસે હતો, તો સામે આતિશી પાસે ટુરીઝમ, કલા અને કલ્ચર વિભાગ હતો તે સૌરભ ભારદ્વાજને ફાળવી દેવામાં આવ્યો છે.. દિલ્હીની કેજરીવાલ સરકાર એટલે કે આપ પાર્ટીની બનેલી સરકાર પર તેના ત્રણ જેટલા મહત્વના કદાવર નેતા જેલમા ગયા બાદ સરકારને સુચારૂ રૂપથી ચલાવવા માટેનો પડકાર સામે આવ્યો છે.

આ પડકારને પાર પાડવા માટે થોડાથોડા સમયે કેજરીવાલ દ્વારા સરકારના વિવિઘ વિભાગમાં ફેરફાર સાથે વિસ્તરણ કરવાની ફરજ પડી રહી છે.. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા જેલમાં ગયા બાદ આતિશી અને સૌરભ ભારદ્વાજને પ્રધાન બનાવવામાં આવ્યા હતા. મળતી માહિતિ પ્રમાણે આતિશી અને સૌરભ ભારદ્વાજને મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના ખાતાની ફાળવણી કરીને વિભાગને કાર્યરત રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. છછઁ સ્ન્છ આતિશી અને સૌરભ ભારદ્વાજ દ્વારા ૯ માર્ચના રોજ પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.. બંને ધારાસભ્ય દ્વારા પ્રધાન પદ સંભાળ્યા બાદ આતિશીને શિક્ષણ, ઁઉડ્ઢ, વીજળી અને પ્રવાસન વિભાગનો હવાલો આપવામાં આવ્યો હતો, જ્યારે સૌરભ ભારદ્વાજને આરોગ્ય, શહેરી વિકાસ, પાણી અને ઉદ્યોગ વિભાગનો હવાલો ફાળવાયો હતો.. અરવિંદ કેજરીવાલ દ્વારા ભલામણ કરવામાં આવી હતી જેને લઈ દિલ્હીના એલજી વિનય સક્સેનાએ રાષ્ટ્રપતિ મુર્મૂને ભલામણ કરીને મંત્રમંડળમાં સામેલ કરવા માટે આતિશી અને ભારદ્વાજના નામને મુકવામાં આવ્યું હતું. જણાવવું રહ્યું કે સૌરભ ભારદ્વાજ આપ પાર્ટીના વર્ષ ૨૦૧૩થી ધારાસભ્ય છે અને સાથે પાણી પુરવઠા બોર્ડના ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે. તો બીજી તરફ આતિશી પણ મનિષ સિસોદીયાની સલાહકાર રહી ચુકી છે કે જ્યારે તેઓ શિક્ષણ વિભાગને જાેઈ રહ્યા હતા.

Follow Me:

Related Posts