પંચમહાલના બાહુબલી નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું ૮૩ વર્ષની વયે નિધનટૂંકી માંદગી બાદ નિધન થતા રાજકીય ક્ષેત્રે મોટી ખોટ પડી, ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ
પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયું છે. પંચમહાલના બાહુબલી નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું ૮૩ વર્ષની વયે નિધન થયું છે. પોતાની મુછો અને આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ નિધન થતા રાજકીય ક્ષેત્રે મોટી ખોટ પડી છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહના નિધનથી ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ છે. તમને જણાવી દઈએ કે પ્રભાતસિંહ ચૌહાણ સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. બે ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. પ્રભાતસિંહ ચૌહાણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલા ખૂબ જ લોકપ્રિય નેતા હતા. પ્રભાતસિંહ ચૌહાણ ૫ ટર્મ ધારાસભ્ય અને ૨ ટર્મ સાંસદ રહ્યા હતા. પ્રભાતસિંહ ચૌહાણે શંકરસિંહ વાઘેલા જેવા કદાવર નેતાને હરાવી સાંસદ બન્યા હતા.
તેમના નિધનથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છે. વર્ષ ૧૯૭૪માં રાજકારણમાં એન્ટ્રી કરનાર પ્રભાતસિંહ ચૌહાણ પોતાની ૪૯ વર્ષની રાજકીય કારકિર્દીમાં ૩ વખત મંત્રી રહી ચૂક્યા છે. પ્રભાતસિંહ ચૌહાણ અંતિમ શ્વાસ સુધી શારીરિક રીતે સ્વસ્થ રહ્યા હતા. પ્રભાતસિંહ પોતે જ્યોતિષના જાણકાર અને સામાજિક બાબતો નિષ્ણાત હતા. પ્રભાતસિંહ ચૌહાણે ૧૯૮૦ અને ૧૯૮૫માં પ્રથમ બે વિધાનસભા ચૂંટણી કાલોલ બેઠક પરથી કાૅંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેઓએ જીત મેળવી હતી. ૧૯૯૦માં કાૅંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જાેડાયા અને ભાજપમાંથી તેઓએ ૧૯૯૫, ૧૯૯૮ અને ૨૦૦૨માં ચૂંટણી લડીને જીત પણ મેળવી હતી. પ્રભાતસિંહ ચૌહાણ પોતાના કાર્યકાળ દરમિયાન મંત્રી પણ રહી ચૂક્યા છે.
પ્રભાતસિંહ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિવાસી વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલયમાં મંત્રી તરીકેની સેવા આપી હતી. ૨૦૦૭માં પ્રભાતસિંહ ચૌહાણ કાૅંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા. આ સમયે તેમના પુત્ર પણ કાલોલથી અપક્ષ ઉમેવાદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતા. જાે કે તેઓ પણ હારી ગયા હતા. તેઓ ૨૦૦૯ અને ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલના સાંસદ પદે પણ ૨ ટર્મ સુધી રહ્યાં હતાં. ૨૦૧૯માં ભાજપે લોકસભાની ટિકિટ ન આપતાં તેઓ નારાજ થયા હતા. ગત વર્ષ સુધી તેઓ રાજકીય જગતમાં સક્રિય હતા. ભાજપથી નારાજ થઈને તેઓ ગત વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસમાં જાેડાયા હતા.
Recent Comments