ગુજરાત

પાલનપુરના આકેસણ ગામની વીસ વર્ષીય યુવતીને હાર્ટએટેક આવ્યોખેતરમાં ઘાસ વાઢતા-વઢતા જ ઢળી પડી

અદ્રશ્ય દુશ્મનનો ફફડાટ દિવસેને દિવસે વધારે ઘેરો બની રહ્યો છે. રાજ્યમાં દરરોજ ઓછી ઉંમરે હ્રદયરોગના હુમલાથી મોત નિપજવાના કિસ્સાઓનુ પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં માત્ર ૨૦ વર્ષની યુવતીને હાર્ટએટેક ભરખી ગયો છે. યુવતીને હાર્ટએટેક આવતા જ તે મોતને ભેટી હોવાના સમાચાર સામે આવ્યા છે. આકેસણ ગામની એક ૨૦ વર્ષીય યુવતી ખેતરમાં ઘાસચારો કાપવા દરમિયાન ઢળી પડી હતી. યુવતી ઢળી પડતા જ તેને તુરત હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યા તેનુ મોત નિપજ્યુ હોવાના સમાચાર મળ્યા હતા. ખેતરમાં ઘાસચારો પશુઓ માટે કાપવા દરમિયાન જ યુવતીને અસ્વસ્થતા લાગી હતી અને તે ખેતરમાં જ ઢળી પડી હતી. જેને લઈ આસપાસમાંથી તેના પરિવારજનો દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે ખસેડી હતી.

Related Posts