તેલંગાણા વિધાનસભા ચૂંટણીની કમાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંભાળીરેલીને સંબોધિત દરમિયાન રાહુલે તેલંગાણામાં કહ્યું-“કોંગ્રેસ સરકારમાં મહિલાઓને દર મહિને ૪૦૦૦ રૂપિયાનું પેકેજ મળે છે..”
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેલંગાણા વિધાનસભા ચૂંટણીની કમાન સંભાળી લીધી છે. આજે તેમણે રાજ્યમાં એક રેલીને સંબોધિત કરી હતી અને મહિલાઓ માટે ૪,૦૦૦ રૂપિયાના માસિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે વચન આપ્યું હતું કે જાે કોંગ્રેસ સત્તામાં આવશે, તો તેઓ મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ અને તેમના પરિવાર દ્વારા ચોરાયેલ દરેક પૈસો પરત કરવાની ખાતરી કરશે. કોંગ્રેસના નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નુકસાન તેલંગાણાના દરેક પરિવારને બોજ આપશે, જેના કારણે તેમને ૨૦૪૦ સુધીમાં વાર્ષિક રૂ. ૩૧,૫૦૦ ચૂકવવા પડશે.
તેલંગાણાના લોકોને આશ્વાસન આપતા રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્ભઝ્રઇની સરકાર દ્વારા ચોરાયેલા તમામ પૈસાનો હિસાબ લેશે અને તેને સામાન્ય લોકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે.. રિફંડનું વચન આપવા ઉપરાંત રાહુલ ગાંધીએ તેલંગાણાની મહિલાઓ માટે વિશેષ લાભોની પણ જાહેરાત કરી હતી. રાજ્યની કરોડરજ્જુ તરીકેની તેમની ભૂમિકાને ધ્યાનમાં લેતા, તેમને દર મહિને રૂ. ૨,૫૦૦ સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનું વચન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જાે કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલાઓ ૫૦૦ રૂપિયાના રાહત દરે ગેસ સિલિન્ડર ખરીદી શકશે, જ્યારે હાલમાં દેશભરમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૧૦૦૦ રૂપિયા છે. આ સિવાય મહિલાઓ માટે બસ સેવા ફ્રી કરવામાં આવશે,
જેનાથી તેમને દર મહિને ૧૦૦૦ રૂપિયાની બચત થશે અને તે મુજબ તેમને દર મહિને ૪૦૦૦ રૂપિયાની મદદ મળશે.. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેલંગાણામાં લડાઈ માત્ર કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે નથી, પરંતુ તેમાં ભાજપ અને એઆઈએમઆઈએમ પણ સામેલ છે. તેમણે લોકોને આ ગઠબંધનનો સામનો કરવા અને રાજ્યમાં પરિવર્તન લાવવા કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. આ મહિને પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેમાં તેલંગાણા પણ એક છે. રાજ્યમાં ૩૦ નવેમ્બરે મતદાન થવાનું છે અને તમામ પાંચ રાજ્યોની સાથે તેલંગાણાના પરિણામો ૩ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Recent Comments