બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક હેતલ મહેતાને એનાયત થયો.
બાળસાહિત્યકાર હેતલ મહેતાની બાળ લઘુનવલ ‘અમારે મોન્ટી જેવા થવું છે’ ને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી દ્વિતીય પુરસ્કાર-૨૦૨૩યશવંત મહેતાએ જેને બાળસાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ કહ્યો છે, એ અંજુ-નરશી પારિતોષિક વિતરણ સમારોહ તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ કુંડળધામ, તા. બરવાળા, જિ-બોટાદ મુકામે શ્રી અક્ષર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બોટાદ તથા બાલવિચાર પરિવાર આયોજિત યોજાયો.
બાળસાહિત્યકાર હેતલ મહેતાની બાળ લઘુનવલ ‘અમારે મોન્ટી જેવા થવું છે’ને બાળસાહિત્ય ક્ષેત્રનો પ્રતિષ્ઠિત અંજુ-નરશી દ્વિતીય પુરસ્કાર-૨૦૨૩ રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અંજુનસિંહ ચૌહાણ, નાયબ મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભાના કૌશિકભાઈ વેકરિયા, ભારતીય સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કૃત સર્જક શ્રી અશોકપુરી ગોસ્વામી , ગુજરાત બાળસાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી યશવંત મહેતા, ગુજરાત લોકસાહિત્ય ક્ષેત્રના શ્રી અરવિંદ બારોટ, મનોહર ત્રિવેદી તેમજ પારિતોષિક સમારોહના આયોજક શ્રી રવજી ગાબાણી પરિવારની ઉપસ્થિતમાં રોકડ ધનરાશિ, શીલ્ડ, સન્માનપત્ર અને પુસ્તકો સાથે એનાયત કરવામાં આવ્યો.
Recent Comments