મરાઠા અનામત માગ પર અડગ મનોજ જરાંગેએ ઉપવાસ સમાપ્ત કર્યામનોજ જરાંગેએ સરકારને ૨ મહિનાનો સમય આપી કહ્યું,”૨ જાન્યુઆરી સુધીમાં અનામત નહીં આપવામાં આવે તો આગામી આંદોલન મુંબઈમાં થશે..”
મહારાષ્ટ્રમાં ૨૫ ઓક્ટોબરથી મરાઠા અનામતને લઈને ઉપવાસ કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે ૯ દિવસ બાદ ભૂખ હડતાળ તોડી છે. આ સાથે જ મહારાષ્ટ્ર સરકારને બે જાન્યુઆરી સુધીનુ અલ્ટીમેટમ આપતા મરાઠા અનામત લાગુ કરવાની માગ કરી છે. તેમણે કહ્યુ રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળે અમારી પાસે સમય માગ્યો છે. કોઇ વાંધો નહી. તેને થોડો વધુ સમય આપો. અમે ૪૦ વર્ષ આપ્યા છે, થોડો વધુ સમય આપીએ, પરંતુ અનામત આંદોલન અટકશે નહીં. તમે તમારો સમય લો. પરંતુ અમને અનામત આપો, પરંતુ હવે આપેલો આ સમય છેલ્લો હશે..
મનોજ જરાગે પાટીલે કહ્યુ અમે સરકારને ૨ જાન્યુઆરી સુધીનો સમય આપી રહ્યા છીએ. તેમણે સ્પષ્ટ કર્યુ કે હાલ પૂરતી તે ભૂખ હડતાળ છોડી રહ્યા છે. આખરે ૯ દિવસના ઉપવાસ બાદ મનોજ જરાંગે પાટિલના ભૂખ હડતાળનો અંત આવ્યો છે. મનોજ જરાંગેએ કહ્યું કે સરકાર મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવા તૈયાર છે. જે ખાસ કરીને મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે છે. જાે આંશિક અનામતનો ર્નિણય લેવાયો હોત તો અમારો એક ભાઈ નારાજ થતો અને બીજાે ભાઈ ખુશ હોત. સૌની દિવાળી મધુર રહે. સમગ્ર મહારાષ્ટ્રના મરાઠાઓને અનામત આપવાની તેમણે વાત કરી.. તેમણે કહ્યુ જાે તમારે વધુ સમય જાેઈતો હોય તો લો. પરંતુ તમામ ભાઈઓને અનામત આપવાનો ર્નિણય થયો હતો અને તેમણે મંજૂરી પણ આપી હતી.
આ સમિતિ સમગ્ર મહારાષ્ટ્રમાં કામ કરશે. આ સાથે જરાંગેએ એ પણ ચેતવણી આપી કે આ છેલ્લીવાર છે. સેવાનિવૃત ન્યાયધિશ એમ જે ગાયકવાડ અને સુનિલ શુક્રે આજે અંતરવલી સરાતી ગયા હતા અને મનોજ જરાંગ પાટિલ સાથે મુલાકાત કરી હતી. આ સમયે ઉદ્યોગ મંત્રી ઉદય સામંત, ધનંજય મુંડે સહિત અન્ય નેતાઓ હાજર હતા. આ દરમિયાન તેમણે મનોજ જરાંગે પાટિલને કાયદાકીય પાસાઓ વિશે જણાવ્યુ. તેમણે કહ્યુ અમે ઓબીસી અનામત સાથે કોઈપણ સમાધાન કર્યા વિના મરાઠા સમુદાયને અનામત આપવા માગીએ છીએ.. આ માટે મરાઠા સમુદાયનું પછાતપણું નક્કી કરવાના માપદંડો પૂરા કરવામાં આવી રહ્યા છે. તેમની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. થોડો સમય આપો. સમસ્યા એક-બે દિવસમાં ઉકેલાતી નથી.
અમે મરાઠા સમુદાયને અલગથી અનામત આપવા જઈ રહ્યા છીએ. તો થોડો સમય આપો, એમ બંને નિવૃત્ત ન્યાયાધીશોએ મનોજ જરાંગે પાટીલને કહ્યું હતું. નિવૃત્ત ન્યાયાધીશે એમ પણ કહ્યું કે એકથી બે મહિનામાં સંપૂર્ણ ડેટા એકત્રિત કરવામાં આવશે. તો મરાઠાઓને કુણબીનું પ્રમાણપત્ર કેમ આપવામાં આવતું નથી? એક પ્રમાણ શું છે અને હજાર પ્રમાણ શું છે? તેનાથી શું ફરક પડે છે ? પુરાવા એ પુરાવા છે. તો આરક્ષણ આપો.. તેમણે કહ્યુ કે કોર્ટ તમારા પક્ષમાં ર્નિણય કરશે. પછાત મરાઠાઓને ચોક્કસ અનામત મળશે. એક તરફ અમે ડેટા એકત્ર કરી રહ્યા છીએ. એકથી બે મહિનામાં આ કામ પુરુ થઈ જશે. તેનાથી ખબર પડશે કે કુલ કેટલા ટકા મરાઠા પછાત છે. મરાઠા પછાત સાબિત થતા નથી. આવી ટિપ્પણી પણ સુપ્રીમ કોર્ટ દ્વારા નોંધવામાં આવી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સેવાનિવૃત જજે જરાંગે પાટિલની માગોની નોંધ કરી લીધી છે. જરાંગે પાટીલે જજ સામે ચાર પાંચ મહત્વપૂર્ણ માગ કરી છે. તે એમ જ ટાંકવામાં આવી છે. જરાંગે પાટીલે માગ કરી છે કે મરાઠા સમુદાયને આરક્ષણ આપવામાં આવે. સર્વેક્ષણ માટે આયોગને મેનપાવર આપવામાં આવે. સુવિધાઓ અને નાણાકીય જાેગવાઈઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. સર્વેક્ષણ માટે એકથી વધુ રાજ્ય આવવા જાેઈએ. સર્વેક્ષણ માટે આંદોલન ન કરવુ જાેઈએ.
Recent Comments