સલમાનની ફિલ્મ ટાઈગર ૩નું એડવાન્સ બુકિંગ શરુ
ટાઈગર અને જાેયાને ફરી એકવાર મોટા પડાદા પર જાેવા માટે ચાહકો આતુર છે.ચાહકોની આ રાહ ૧૨ નવેમ્બરના રોજ પુરી થશે. સલમાન ખાન ફિલ્મ ટાઈગર ૩ દિવાળી પર લઈને આવી રહ્યો છે. જેમાં ફરી એક વખત કેટરિના તેની સાથે જાેવા મળશે. આ ફિલ્મને રિલીઝ થવામાં બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર સલમાન ખાને આ ફિલ્મ માટે ૧૦૦ કરોડનો ચાર્જ લીધો છે. ટાઇગર ૩ સલમાન ખાનની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે.. આવી સ્થિતિમાં ફિલ્મના બજેટ અને સ્ટારકાસ્ટને લઈને ચર્ચાઓ ખુબ જાેવા મળી રહી છે.
કેટરિના કૈફ માટે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે અંદાજે ૨૦ કરોડ રુપિયા આ ફિલ્મમાં કામ કરવા માટે લીધા છે. તમને જણાવી દઈએ કે, કેટરિના દરેક ફિલ્મમાટે ૧૫ થી ૨૦ કરોડ રુપિયાનો ચાર્જ લે છે. વિલનના પાત્રમાં જાેવા મળનાર ઈમરાન હાશ્મી માટે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે ૨.૫ કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. ટાઈગર ૩માં ઈમરાન હાશ્મીને જાેવા માટે તેના ચાહકો ખુબ રાહ જાેઈ રહ્યા છે.. પઠાણ બાદ ટાઈગર ૩માં ધુમ મચાવવા આવી રહેલી રિદ્ધી ડોગરાએ આ ફિલ્મ માટે ૩૦ લાખનો ચાર્જ લીધો છે. આશુતોષ રાણાએ ૬૦ લાખ રુપિયા ટાઈગર ૩ના પાત્ર માટે લીધા છે. જાે આપણા બોલિવુડ સ્ટાર આટલી મસમોટી ફી લેતા હોય તો સાઉથ સુપરસ્ટાર પણ પાછળ રહેતા નથી. સાઉથ અભિનેત્રી રામ્યા કૃષ્ણનને અંદાજે ૮૦ લાખ રુપિયા આ ફિલ્મ માટે લીધા છે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની ફિલ્મનું બજેટ શાહરુખ ખાનની પઠાણથી પણ વધારે છે. આ ફિલ્મનું બજેટ ૩૦૦ કરોડની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Recent Comments