fbpx
ગુજરાત

7 લોકોના પરિવારની સામુહિક આપઘાતની ઘટનામાં 80 લોકોની પૂછપરછ

ત્રણ નાના બાળકો સહીત 7 લોકોના પરિવારની સામુહિ આપઘાતની ઘટનામાં આ પગલું ભરવા પાછળનું મૂળ કારણ બહાર આવવું ખુબ જરૂરી છે . કારોબારી મનીષ સોલંકી સહિત તેના પરિવારના સાત સભ્યો તેમના સુરતના ફ્લેટમાંથી મૃત હાલતમાં મળી આવ્યા બાદ પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કરી અત્યાર સુધીમાં 80 લોકોની પૂછપરછ કરી છે. ઘટના બાદ સુરત પોલીસે આ કેસમાં હકીકતો સામે લાવવા એકપછી એક  કડીઓ શોધવાનું ચાલુ રાખ્યું છે. સામૂહિક આત્મહત્યાના કેસમાં જે શંકાસ્પદ બાબતોની તપાસ અને ખરાઈ કરવામાં આવી રહી છે.

મનીષ સોલંકીએ પરિવારના અન્ય સભ્યો – તેની પત્ની, ત્રણ બાળકો અને માતાપિતાને ઝેર આપીને આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા હોવાની થિયરી સ્વીકારી તપાસ આગળ વધારાઈ છે. અત્યાર સુધીમાં 80 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. સોલંકી પરિવારને ક્યુ કારણ આટલું મોટું પગલું ભરવા જવાબદાર છે? તેનો જવાબ શોધવા મથામણ કરી રહી છે. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ ઝોન-5 આર.પી. બારોટે મીડિયાને જણાવ્યું હતું કે, “મનિષ સોલંકીએ તેના પરિવારને ઝેર આપીને મારી નાખવાનું અને બાદમાં આત્મહત્યા કરીને મૃત્યુનું આટલું આત્યંતિક પગલું ભર્યું તેના પાછળના ચોક્કસ કારણ વિશે અમે હજુ સ્પષ્ટ નથી. અમને જાણવા મળ્યું છે કે તે કામ પર માનસિક તણાવમાં હતો.

તેણે વિચાર્યું હશે કે તેના પછી તેના પરિવારની સંભાળ રાખવા માટે કોઈ નહીં હોય તેથી તેણે તેમને મારી નાખ્યા હોવાનો વિચાર કર્યો હોવાનું અનુમાન છે. આ અઠવાડિયે સોલંકીની પાંચ બહેનો, તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ફેમિલી ડૉક્ટર અને અન્ય કામ કરતા સાથી મિત્રોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.મનીષ નાણાંકીય દેવાના બોજ તળે દબાયેલો હોવાનું પણ જાણવા મળ્યું છે. કર, ઘર અને વ્યવસાયના વિકાસ માટે લીધેલી લોનના તે મોટી રકમમાં EMI ભરતો હતો. પોલીસ સૂત્રો અનુસાર મનીષ કામ પર માનસિક તણાવમાં હતો અને અનિંદ્રાની સમસ્યાના હલ માટે નિયમિતપણે ઊંઘની ગોળીઓ લેતો હતો. ગ્રાહકોને સમયસર ફ્લેટ્સ આપવા માટે તેમના પર વધુ દબાણ પણ હતું.

Follow Me:

Related Posts