જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના માર્ગદર્શન અંતર્ગત અમરેલી ખાતે ગુજરાત ગેસ લિમિટેડ અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા સંયુક્ત સહયોગથી ઓફ-સાઈટ લેવલ-૩ મોક ડ્રીલ યોજાઈ હતી. શ્યામ સર્કલ અમરેલી નજીક ગેસ સ્ટીલ વાલ્વનું મેન્ટેનન્સ કરતાં ગેસ પાઈપલાઈનમાં આગ લાગવાની ઘટના બનતા જે દરમિયાન એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચેલ.
આ દરમિયાન ગુજરાત ગેસ લિ. સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર તેમજ સેફ્ટી માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમજ ઘટના સ્થળે જરૂરીયાત જણાતા જિલ્લા ફાયર બ્રિગેડ વિભાગ,૧૦૮ એમ્બ્યુલન્સ અને જિલ્લા પોલીસ વિભાગ, પીજીવીસીએલનો તત્કાલ સંપર્ક કરી ઈમરજન્સી રેસક્યુ,રિસ્પોન્સ અને રિલિફની કામગીરી કરવામાં આવી હતી. સમયસર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના સહયોગથી તમામ ડિપાર્ટમેન્ટનો તાત્કાલિક સહયોગ મેળવી તમામ પ્રક્રિયાના અંતે જિલ્લા ફાયર અધિકારીશ્રી દ્વારા રેસ્ક્યુને મોકડ્રીલ તરીકે જાહેર કરવામાં આવી હતી તેમ મામલતદારશ્રી ડિઝાસ્ટર,અમરેલી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Recent Comments