આવતીકાલ ૭ નવેમ્બરને મંગળવારના રોજ છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં વિધાનસભાની ૨૦ બેઠકો માટે અને મિઝોરમમાં ૪૦ બેઠક માટે વિધાનસભાની ચૂંટણી યોજાશે. છત્તીસગઢમાં આવતીકાલ મંગળવારના રોજ યોજાનાર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી જે બેઠકો માટે યોજાનાર છે, તેમાની મોટાભાગની બેઠક કોંગ્રેસ પાસે છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન રમણસિંહનું પણ ભવિષ્ય દાવ પર લાગશે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં ૨૦ બેઠકો માટે ૨૨૩ ઉમેદવારો ચૂંટણી જંગમાં તેમનુ ભવિષ્ય અજમાવશે.
ચૂંટણી લડી રહેલા ૨૨૩ ઉમેદવારોમાં ૧૯૮ પુરુષ અને ૨૫ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.. છત્તીસગઢમાં આવતીકાલ મંગળવાર ૭ નવેમ્બરના રોજ હાથ ધરાનાર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જે ૨૦ બેઠકો પર મતદાન થવાનું છે તેમાથી ૧૯ બેઠકો ઉપર ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા હતા. જ્યારે ભાજપ માત્ર એક જ બેઠક પર જીત મેળવી શક્યું હતુ અને તે પૂર્વ મુખ્ય પ્રધાન રમણસિંહની. કોંગ્રેસે તેની આ પરંપરાગત બેઠકો જાળવી રાખવાનો દાવો કર્યો છે. જાે કે કોંગ્રેસ ઉપર આ બેઠકો ફરી પ્રાપ્ત કરવાનું પણ એક દબાણ હશે.
છત્તીસગઢની સત્તા પ્રાપ્ત કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ રાષ્ટ્રીય નેતાઓ ઉપર મદાર રાખ્યો હતો. ભાજપ તરફથી પ્રચારની મુખ્ય ધૂરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મુખ્ય હતા. તો કોંગ્રેસ તરફથી પ્રચારની ધૂરા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ લ્લિકાર્જુન ખડગેએ સંભાળી હતી.. મિઝોરમ વિધાનસભાની કુલ ૪૦ બેઠકો છે. આવતીકાલ મંગળવાર તમામે તમામ બેઠકો પર મતદાન હાથ ધરાશે. મિઝોરમની આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. મિઝો નેશનલ ફ્રન્ટે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ સાથે હાથ મેળવ્યાં છે. મિઝો નેશનલ ફ્રન્ટ ૪૦ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. તો સ્થાનિક નેતા લાલદુહોમાની આગેવાનીવાળા જાેરમ નેશનાલિસ્ટ પાર્ટી પણ ચૂંટણી લડી રહ્યું છે. આ ઉપરાંત ભાજપે ૪૦માંથી ૨૩ બેઠકો ઉપર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ભાજપ મિઝોરમ વિધાનસભાની ગત ચૂંટણીમાં ૪૦માંથી ૩૮ બેઠકો પર લડી હતી. પરંતુ તેના ભાગે માત્ર એક જ બેઠક આવી હતી. જાે કે મિઝોરમમાં ભાજપે ગત વિધાનસભાની ચૂંટણીમાં એક બેઠક જીતીને મિઝોરમમાં પોતાનું રાજકીય ખાતુ શરુ કર્યું હતું.. છત્તીસગઢ વિધાનસભાની પ્રથમ તબ્બકાની ચૂંટણીમાં ૨૦ બેઠક અને મિઝોરમ વિધાનસભાની ૪૦ બેઠકોની આવતીકાલે યોજાનાર ચૂંટણીનું પરિણામ આગામી ૩ ડિસેમ્બરે જાહેર કરાશે.
Recent Comments