fbpx
ગુજરાત

લાલ દરવાજાના બજારમાં દિવાળીનો ઝગમગાટકપડાં, ઘરવખરી, ઈમિટેશન જ્વેલરી અને એસેસરીની ખરીદી માટે કિડીયારું ઉભરાયું

દિવાળીનો તહેવાર એટલે દરેક ક્ષેત્રમાં તેજીનો અવસર. બજારોમાં જેટલી રોનક દિવાળીમાં હોય છે, તેટલી રોનક ભાગ્યે જ બીજા કોઈ તહેવારમાં જાેવા મળે છે. આ વખતે પણ બજારોમાં ખરીદીનો ઝગમગાટ જામી ચૂક્યો છે. બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે. જેનાથી નાના અને મોટા વેપારીઓને મોટી રાહત મળી છે. જાણીતા અમદાવાદના લાલ દરવાજાના બજારમાં કપડાં, ઘરવખરી, ઈમિટેશન જ્વેલરી અને એસેસરીની ખરીદી માટે અહીં કિડીયારું ઉભરાય છે. અન્ય જિલ્લામાંથી પણ લોકો અહીં ખરીદી માટે આવતા હોય છે.

લાલ દરવાજાના બજારમાં ખરીદી કરવી પોતાનામાં મજા છે, તો બીજી તરફ અહીં સાવચેત રહેવું પણ જરૂરી છે. જાે તમે સાવચેત નહીં રહો તો ખિસ્સાકાતરુઓ પોતાનું પોત પ્રકાશી જશે અને તમારી પાસે ખરીદી માટે પૈસા જ નહીં રહે, અથવા તો ખરીદેલી વસ્તુઓ ગાયબ થઈ જશે. આ જ કારણ છે કે દિવાળીની ખરીદી વચ્ચે પોલીસ જાગૃતિ અભિયાન ચલાવતી હોય છે. ભીડ વચ્ચે સાદા કપડામાં પોલીસ લોકોને સાવચેત કરે છે.

Follow Me:

Related Posts