રાજ્યમાં હ્રદયરોગના હુમલાને લઈ યુવાન વયે જ જીવ ગુમાવવાની ઘટનાઓ સતત સામે આવી રહ્યા છે. વધુ એક સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે. પાલનપુરમાં એક ૨૩ વર્ષના યુવકે હાર્ટએટેકને લઈ જીવ ગુમાવ્યા છે. યુવાન વયે જ હાર્ટએટેકને લઈ મોત નિપજવાની ઘટનાને લઈ ચિંતા વધી રહી છે. યુવક નાસ્તો વેચતો હતો અને એકાએક જ તેને અસ્વસ્થતા અનુભવાતા તે ઢળી પડ્યો હતો. યુવાન ઢળી પડતા તેને તુરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકે હાર્ટએટેકને લઈ મોતને ભેટ્યાના સમાચાર મળ્યા હતા. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી હાર્ટ એટેકના સમાચાર સામે આવી રહ્યા છે અને યુવાન વયે જ જીવ ગુમાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં થોડાક દિવસ અગાઉ યુવતી પશુઓ માટે ખેતરમાં ઘાસચારો કાપી રહી હતી અને મોતને ભેટી હતી.
પાલનપુરમાં ૨૩ વર્ષના યુવકે હાર્ટએટેક આવતા જીવ ગુમાવ્યો


















Recent Comments