fbpx
બોલિવૂડ

કાર્તિક આર્યન સાથેના બ્રેકઅપ પર સારા અલી ખાને મોટી વાત કહી

કરણ જાેહરનો લોકપ્રિય ચેટ શો ‘કોફી વિથ કરણ ૮’ સતત ચર્ચામાં રહેતો હોય છે. થોડા દિવસ પહેલા જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ શોના પહેલા એપિસોડમાં જાેવા મળ્યા હતા. બંનેએ પોતાના જીવન સાથે જાેડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા. જે બાદ આ શોમાં સારા અલી ખાન અને અનન્યા પાંડે પહોચ્યાં હતા. જ્યાં કાર્તિક સાથે બ્રેકઅપ પર સવાલ ઉઠતા સારા અલી ખાને ચુપ્પી તોડી છે. કરણ જાેહરનો આ લોકપ્રિય શો કોફી વિથ કરણમાં સારા અલી ખાન અને અનન્યા પાંડેએ આ એપિસોડમાં ભાગ લીધો હતો.

જ્યાં બંને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરતા જાેવા મળ્યા હતા. આ દરમિયાન સારા અલી ખાને કાર્તિક આર્યન સાથેના બ્રેકઅપ પર પોતાનું મૌન તોડ્યું છે.. શોમાં કરણ જાેહરે સારા અલી ખાનને પૂછ્યું હતું કે “તમે બંને સાથે કામ કરો છો. તમે બંને મિત્રો છો. આ ખૂબ સરસ છે પણ શું તમે બંને એક જ અભિનેતાને ડેટ કર્યા હતા? તમને જણાવી દઈએ કે બન્ને અભિનેત્રી કાર્તિક આર્યનને ડેટ કરી ચૂક્યા છો.ત્યારે કરણે આ અંગે પુછ્યુ હતુ કે તમે બંને કાર્તિક સાથે ખૂબ જ ચીલ છો અને એકબીજા સાથે કમ્ફર્ટેબલ છે. શું તે તમારા બંને માટે સરળ હતું કે મુશ્કેલ? આના જવાબમાં સારા અલી ખાને કહ્યું કે, આ સરળ તો નહોતું.. કાર્તિક આર્યન સાથેના બ્રેકઅપ પર સારાએ શું કહ્યું?.. જે વિષે જણાવીએ, અભિનેત્રીએ બ્રેકઅપને લઈને સવાલ ઉઠતા કહ્યું,

“ભલે કોઈ દોસ્તી હોય કે પ્રોફેસનલી કે રોમેન્ટિક સંબંધમાં હોય,વિશેષ રુપથી જાે તે હું હોઉં તો હું તેમાં સંપૂર્ણ રીતે સંકળાયેલી હોઉં છું અને હું સબંધોમાં ઈન્વેસ્ટ કરુ છું. એવું નથી કે હું કહી શકતી નથી કે તેનાથી કોઈ ફરક પડતો નથી,પરંતુ તમારે તે બધાથી ઉપર ઊઠવું પડશે. આજની સ્થિતિ આજે કઈક અલગ હોઈ શકે છે ને કાલે કઈક અલગ. એક જ ઈન્ડસ્ટ્રીમાં રહીને તમે તેમ નથી કહી શકતા કે ઓહ! હું તેની સાથે ફરી ક્યારેય વાત નહીં કરુ કે તેને ફરી ક્યારેય નહી મળું. આ બધું થતું નથી.

Follow Me:

Related Posts