ગુજરાત

રાજ્યભરના સરકારી શિક્ષણ સંસ્થાનોમાં દિવાળીની રજાઓ જાહેરદિવાળીનું વેકેશન ૯ નવેમ્બરથી ૨૧ દિવસનું

આજથી દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજથી શાળાઓમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. આજથી અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થઈ રહ્યો છે. દિવાળીનું વેકેશન ૯ નવેમ્બરથી ૨૧ દિવસનું શરૂ થઈ રહ્યું છે. ત્રણ સપ્તાહ માટેના દિવાળી વેકેશનના કારણે શાળા- કોલેજાેના કેમ્પસ વિદ્યાર્થીઓની ગેરહાજરીના લીધે સૂમસામ જાેવા મળશે. વિદ્યાર્થીઓથી ધમધમતા શાળા-કોલેજાે સહિતના રાજ્યભરના સરકારી શિક્ષણ સંસ્થાનોમાં દિવાળીની રજાઓ જાહેર કરવામાં આવી છે.

જેને પગલે શિક્ષકોને પણ કામના ભારણ માંથી થોડા સમય માટે મુક્તિ મળશે. જેને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બન્ને પોતાના પરિવાર સાથે રજાઓના પ્લાનિંગમાં લાગી ગયા છે. દિવાળીના વેકેશનના કારણે રાજ્યભરની સ્કૂલોના શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારીઓ હળવા મૂડમાં જણાઈ રહ્યા છે. શહેરમાં રહેતા ઘણાં બધા શિક્ષકો-વાલીઓએ પોતાના વતન તરફ જવા માટે રવાના થયા છે, જ્યારે ઘણાં બધા લોકો ગુજરાત બહાર અને વિદેશ તરફ જવા માટે ૨.૯૯ લાખ પ્રયાણ કર્યું છે. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થશે.

Related Posts