રાષ્ટ્રીય

હરિયાણાના ગુરુગ્રામ નજીક માર્ગ અકસ્માત, ૪ લોકોના મોત

દિલ્હી-જયપુર હાઈવે પર શુક્રવારેને મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ૧૦ નવેમ્બરની રાત્રે દિલ્હી-જયપુર હાઈવે પર ગુરુગ્રામના સિદ્રાવલી ગામ નજીક એક ઓઈલથી ભરેલ ટેન્કરે કાર અને પીકઅપ વાનને ટક્કર મારતાં ચાર લોકોના દર્દનાક મોત થયા છે, પોલીસે જણાવ્યું હતું. ન્યૂઝ એજન્સી છદ્ગૈંએ આ અંગેની જાણકારી આપી છે. ન્યૂઝ એજન્સી છદ્ગૈં અનુસાર, બિલાસપુર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી વિનોદ કુમારના જણાવ્યા અનુસાર, જયપુરથી આવી રહેલા એક ઓઈલ ટેન્કરે ડિવાઈડર તોડીને એક કારને ટક્કર મારી હતી…

પોલીસે જણાવ્યું કે કારમાં સવાર મુસાફરો કદાચ જયપુર જઈ રહ્યા હતા. કારની અંદરના સીએનજી સિલિન્ડરને કારણે જાેરદાર આગ ફાટી નીકળ્યો હતો અને થોડી જ વારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અથડામણ બાદ આગ લાગવાને કારણે ત્રણેય મુસાફરોના મોત થયા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે કાર સાથે અથડાયા બાદ ઓઈલ ટેન્કર હાઈવે પર પીકઅપ વાન સાથે અથડાઈ હતી, જેના કારણે વાનના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. દિલ્હી પોલીસે આ અંગે જણાવ્યું હતુ કે દિલ્હી-જયપુર હાઈવે પર અકસ્માતની માહિતી મળી હતી. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો જાેયું કે એક કાર બળીને રાખ થઈ ગઈ હતી અને ત્રણ લોકોના મોત થઈ ગયા હતા.

Related Posts