દામનગર પ્રકાશ ના પર્વ દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૦ ના નૂતનવર્ષ ની પૂર્વ સંધ્યાએ સુરત ની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વિપુલભાઈ નારોલા એ માદરે વતન દામનગર ખાતે અતિ જરૂરીયાતમંદ એવા નિસહાય અને નિરાધાર એવા પરિવારો કે જેમાં વિધવા માતા સાથે બાળકો રહેતા હોય તથા એકલવાયુ જીવન પસાર કરતા વયોવૃદ્ધ દાદા દાદી હોય તેવા દસ પરિવારોને અનાજ કરિયાણા તથા જરૂરી કપડાં નું વિતરણ કરી તમામ પરિવારો માં દીપાવલી પર્વ ખુશી નાં નિમિત બન્યા આ દસ પરિવાર ને પરિવાર દીઠ એક એક રાશનકીટ અને આવા નિરાધાર પરિવાર ના દરેક સભ્ય દીઠ મોટા ટુવાલો દીકરી ઓને મોજા ગરમ ટોપી ઓ અને અન્ય કપડાં નું વિતરણ કરવામાં આવ્યું ઉદારદિલ દાતા પરિવાર ના મોભી ગોવિંદભાઈ લાલાભાઈ નારોલા નાગજીભાઈ ગોવિંદભાઈ નારોલા તેમના પુત્રરત્ન પ્રેમજીભાઈ નાગજીભાઈ તેમજ જીતેન્દ્રભાઈ બાબરીયા પ્રેમવતી ગોલ્ડ કતારગામ લલિતા ચોકડી ભરતભાઈ જેરામભાઈ કાકડીયા આ ત્રણેય પરિવારો તરફથી રાશન ની કીટ કપડા ઉપરાંત દામનગર શહેર માં જીવદયા નંદીસેવા ટ્રસ્ટ ના આશ્રિત બળદ ને લીલી સૂકી નિરણ અર્પણ કરી હતી બીજા ના દિલ માં દીવો પ્રગટાવતી દિવાળી ની ઉજવણી જરૂરિયાત મંદ પરિવારો ની મદદ કરી પ્રકાશ નું પર્વ ઉજવતી સુરત ની સામાજિક સંસ્થા જય ભગવાન ટ્રસ્ટ ના પ્રેરક પરમાર્થ થી જરૂરિયાત મંદ ગરીબ પરિવારો માં સર્વત્ર ખુશી પ્રસરી હતી જરૂરિયાત મંદ પરિવાર આનંદ અને સ્મિત ની ખુશી માં નિમિત્ત બન્યા નો પૂર્ણ સંતોષ વ્યક્ત કરતા વિપુલભાઈ નારોલા ની સેવા પ્રવૃત્તિ ને જીવદયા નંદીસેવા પરિવાર ટ્રસ્ટ ના સમગ્ર ટ્રસ્ટી એવમ સ્વંયમ સેવકો એ બિરદાવી હતી
“જય ભગવાન ટ્રસ્ટ નું પ્રેરક પરમાર્થ” ગરીબ પરિવારો ને રાશનકીટ વસ્ત્રદાન અબોલ જીવો ને નિરણ અર્પણ કરી પ્રકાશ પર્વ ની ઉજવણી

Recent Comments