વંદે ભારતને બેંગલુરુને હુબલી-ધારવાડથી જાેડીને, બેલાગવી સુધી લંબાવવાનો રેલવેનો ર્નિણય
કર્ણાટકમાં, વંદે ભારત, જે બેંગલુરુને હુબલી-ધારવાડથી જાેડે છે. જેને બેલાગવી સુધી લંબાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે મુસાફરો માટે સારા સમાચાર સમાન છે. લોકો સતત અર્ધ-હાઈ-સ્પીડ ટ્રેનોને સરહદી નગર સુધી લંબાવવાની માગ કરી રહ્યા હતા. પરંતુ ધારવાડ-બેલગવી રેલ્વે લાઈન (૧૨૧.૬ કિમી) બમણી અથવા વીજળીકરણ ન હોવાથી આ કરવામાં આવ્યું ન હતું. હવે આ સમસ્યા દૂર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે વંદે ભારતને બેલગવી સુધી લંબાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તે નવેમ્બરના અંતથી બેલાગવી સુધી દોડવાનું શરૂ કરશે.. એક અહેવાલ અનુસાર, દક્ષિણ પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી અનીશ હેગડેએ જણાવ્યું હતું કે, ધારવાડ-બેલાગવીને ડબલ લાઇન કરવામાં આવી છે અને સંપૂર્ણ ઇલેક્ટ્રિફાઇડ કરવામાં આવી છે. લોંડા-મિરાજ ખંડમાંથી, માત્ર વિજયનગર-મિરાજ ખંડ (૮.૧ કિમી) વધારવાનો છે. અધિકારી અનીશ હેગડેએ જણાવ્યુ કે આ કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. વંદે ભારત એક્સપ્રેસ દ્ભજીઇ બેંગલુરુથી બેલાગવી સુધી ૭ કલાક ૪૫ મિનિટ લેશે,
જે હાલની સૌથી ઝડપી ટ્રેન કરતા બે કલાકથી વધુ ઝડપી છે. બુધવારે રેલ્વે બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલા ટાઈમ ટેબલ મુજબ, તે વળતરની દિશામાં ૮ કલાક ૧૦ મિનિટમાં સમાન અંતર કાપશે. આ જ સમયે, કુસુમા હરિપ્રસાદ, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર (વહીવટ), બેંગલુરુએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓ આવતા અઠવાડિયે ધારવાડ અને બેલાગવી વચ્ચે ટ્રાયલ રનની તૈયારી કરી રહ્યા છે, જે ઈન્ટિગ્રલથી નવા રેક (ટ્રેનસેટ)ના આગમન પછી થશે.. બીજી તરફ, રાજસ્થાનને થોડા મહિના પહેલા મળેલી નવી દિલ્હી અને અજમેર વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસનું પણ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. પહેલા તે અજમેર અને નવી દિલ્હી વચ્ચે દોડતી હતી જે હવે ચંદીગઢ સુધી ચાલશે. એટલે કે અજમેરથી શરૂ થયા બાદ તે માત્ર નવી દિલ્હી જ નહીં પરંતુ ચંદીગઢ પણ જશે. સમયની વાત કરીએ તો, તે અજમેરથી સવારે ૬.૫૫ વાગ્યે ઉપડે છે અને બપોરે ૩.૪૫ વાગ્યે ચંદીગઢ પહોંચશે. વંદે ભારત ટ્રેન, જે દેશભરના લગભગ તમામ રાજ્યોને પૂરી પાડવામાં આવી છે. આ ટ્રેન સુવિધાનો લાભ તમામ લોકોને મળે તે માટે સરકાર હવે વધુ સ્ટેશનો વનડે ભારત દ્વારા જાેડી સુવિધા પૂરી પાડવા સતત મંત્રણા કરી રહી છે. જેથી વધુને વધુ લોકો આ ટ્રેનો દ્વારા મુસાફરી કરી શકે.
Recent Comments