સાવરકુંડલામાં નવા વર્ષની શરૂઆતમાં ભગવાન સીતારામની આકૃતિને રંગોળી સ્વરૂપે પ્રદર્શીત કરી ઉજવાયુ નૂતનવર્ષ આગવી પરંપરા સાથે વિવિધ તહેવારો ને અનુરૂપ રંગોળી કરી આજ પણ ઉજવાય છે તહેવારો.
ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીની રંગોળી સાથે તહેવારની ઉજવણી કર્યા બાદ નૂતન વર્ષના આગમને ભગવાન સીતારામના વિવાહની આકૃતિની રંગોળી સ્વરૂપે આબેહૂબ કંડારી ઉજવ્યો તહેવાર .જ્યારે આજના સમયમાં લોકો આધુનિક રીતિ રિવાજથી તહેવારો ઉજવી રહ્યા છે ત્યારે આજે પણ સાવરકુંડલામાં ભારતીય પરંપરા અનુસાર દિવાળીના દિવસોમાં અલગ અલગ તહેવાર મુજબની રંગોળી કરી તહેવાર ઉજવવામાં આવે છે , ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની રંગોળી સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તેવા ઘર પણ આજ સાવરકુંડલામાં નજરે પડે છે. ત્યારે આજ પણ આપણી સંસ્કૃતિ જીવંત છે તેવું દર્શાવતી ભગવાન સીતારામની વિવાહ રૂપી રંગોળી કરી ભારતીય પરંપરાને જીવંત કરી હતી ત્યારે અયોધ્યા સાવરકુંડલામાં ઉતરી આવ્યું હોય તેવું નજરે પડ્યું હતું. જે ભાવિ પેઢી અને લોકો માટે પેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Recent Comments