અમરેલી

અમરેલી નગર પાલિકા ની વણથંભી વિકાસયાત્રામાં શહેર ના વોર્ડ ૮ જેસિંગપરા વિસ્તાર માં જનસુખાકારી અને બાળકો માટે ક્રીડાંગણ સાથે ના બે પાર્કો નું લોકાર્પણ કરવામાં આવેલ હતું.

ભાજપ શાસિત અમરેલી નગર પાલિકા ની વિકાસયાત્રાની હરણ ફાળ માં વધુ એક કાર્યસિદ્ધિ ઉમેરાયેલ હતી.જેમાં સંસદ સભ્ય વિકાસ યોજના અંતર્ગત રૂ.૧૧ લાખ ના ખર્ચે શહેર ના જેસીંગપરા વિસ્તારમાં સ્થાનિક રહીશોની સુખાકારી અને બાળકો માટે ક્રીડાંગણ સહિત ના બે પાર્કો નું સાંસદ નારણભાઇ કાછડીયા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા,અમર ડેરી ના વાઇસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી,નગર પાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી,કારોબારી ચેરમેન મનીષભાઈ ધરજીયા,સુરેશભાઈ શેખવા,સંદીપ મંગરોલિયા,ગિરીશ ત્રાપસિયા,હકાભાઈ ગઢવી તેમજ સ્થાનિક રહીશોને ઉપસ્થિતિ માં લોકાર્પણ કરવામાં આવેલ હતું.

Follow Me:

Related Posts